મેઘરાજાએ ખો આપતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની સ્થિતિ કફોડી

ઘેજ: ચીખલી(Chikhli) પંથકમાં અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાએ ખો આપતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. જ્યારે આજે માત્ર 9 મી.મી. વરસાદ(Rain) પડ્યો હતો. ચીખલી પંથકમાં 3 જૂનના રોજ વરસાદનું આગમન થયું હતું અને આ દરમ્યાન સારા વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોએ ડાંગરના ધરૂની વાવણી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ મેઘરાજાએ ખો આપતા ડાંગરનું ધરૂ ઉછેરવામાં ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ નહેરોમાં પણ પાણી બંધ છે અને કેટલાય ગામોમાં ખેતી agriculture માટેની વીજળીના પણ ધાંધિયા છે તેવામાં ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે. તાલુકાના અંતરિયાળ વિસ્તારના સારવણી ગામના બીડ ફળિયામાં તો ખેડૂત અમરત નિછાભાઇ પટેલ ખેતરમાં નજીકના હેન્ડપંપને ધામી ઇન્ડપંપથી પાણીની ડોલથી ધરૂમાં નાંખી ધરૂને બચાવવા મથામણ હાથ ધરી હતી.

મેઘરાજાએ ખો આપતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની સ્થિતિ કફોડી

ચીખલી પંથકમાં ખેડૂતોને ચોમાસા(Monsoon)ના ડાંગરનો પાક આખા વર્ષનું ધાન્ય આપે છે. આમ સમગ્ર વર્ષનું ધાન્યનો મુખ્ય મદાર ચોમાસાના પાક ઉપર જ હોય છે. આજે ચીખલી પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજા(Rain)ની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને અડધો કલાક સતત વરસાદ વરસતા એક સમયે રસ્તા પરથી પાણી વહેતા થઇ ગયા હતા અને મેઘાનું આક્રમક વલણ જોતા ધોધમાર વરસાદની શકયતા જણાતી હતી, પરંતુ થોડીવારમાં જ વરસાદનું જોર ધીમુ પડી ગયું હતું અને ફરી વાતાવરણ ખુલી જતા બફારો અનુભવાઇ રહ્યો હતો. ચીખલીમાં આજે 9 મી.મી. વરસાદ સાથે જુન માસના અંત સુધીમાં માંડ 49 મી.મી. વરસાદ નોંધાયો છે.

મેઘરાજાએ ખો આપતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની સ્થિતિ કફોડી

વરસાદની રાહ જોતા ડાંગનાં ધરતીપુત્રો ચિંતિત
વધઈ : ડાંગમાં વરસાદી ખેતી પર નિર્ભર આદિવાસી ખેડૂતો મેઘરાજાનાં રીસામણાંના કારણે ચિંતીત બન્યા છે.પિયત માટે પાણીની અછત વચ્ચે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોએ વાવણી માટે ધરી નાખી દીધું છે. પરંતુ મેઘરાજા નહિ વરસતા ધરૂ સુકાઈ જવાની આરે પહોંચી ગયું છે, તો ઘણી જગ્યાએ અંકુર નહિ ફૂટતાં મોંઘુ બિયારણ સડી જવાની સાથે નવું બિયારણ લાવવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ વખતે ચોમાસુ સારું રહેશે તેવી અટકળો વચ્ચે હાલ તો દક્ષિણ ગુજરાતના લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જૂન મહીનો પૂરો થયો છતાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રાહ જોવડાવી રહ્યું છે. ખાસ કરીને ધરતીપુત્રો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. એવામાં મોનસૂન શરૂ થાય અને ધોધમાર વરસાદ વરસે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે.

Related Posts