૨૫મી જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની શકયતા

ગાંધીનગર: ( Gujarat ) રાજ્યમાં છેલ્લા 24 કલાક (Last 24 hours) દરમ્યાન 20 જિલ્લાના કુલ 38 તાલુકાઓમાં સરેરાશ વરસાદ (Average rainfall) 0.94 મી.મી. નોંધાયો છે. આજે સવારે 6.00 થી 2.00 સુધી ૧૬ તાલુકાઓમાં (In 16 talukas) ૩ મી.મી.થી ૧૭ મી.મી. વરસાદ નોંધાયો (It gets raining) છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા (Padra taluka) માં સૌથી વધુ ૧૭ મી.મી. વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી. જે. વ્યાસ (T. J. Vyas) દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓની વેધર વોચ (Weather Watch) ની મીટીંગ યોજાઈ હતી.

રાહત કમિશનર હષર્દ પટેલે (Hashard Patel) વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ ૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાત (South Gujarat)ના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

Related Posts