હવે સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ આ નીતિનો લાભ તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી મેળવી શકશે – સૌરભ પટેલ

ગાંધીનગર,તા.આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠક બાદ રાજય સરકાર દ્વારા , વિશ્વવ્યાપી કોરોના-કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં રાજ્ય સરકારે વિવિધ પોલિસીઓને મૂળ સ્વરૂપમાં અવધિ લંબાવવા રૂ. ૧૪,000 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે જાહેરાત કરેલી છે.

ગાંધીનગરમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે કહ્યું હતું કે, રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પની મુદત પણ તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થઇ હતી તેને આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી છે. સોલાર પાવર પોલિસી-ર૦૧પની આ સમયાવધિ લંબાવવાને પરિણામે હવે રાજ્યના સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ કેપ્ટીવ પાવર પ્રોજેકટ, થર્ડ પાર્ટી સેલ માટેના સોલાર પાવર પ્રોજેકટ તેમજ MSME એકમો, ઔદ્યોગિક, વાણિજ્યીક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેકટ વગેરે સ્થાપિત કરી શકશે.

પટેલે કહ્યું હતું કે, ગુજરાત દેશભરમાં સોલાર પાવર જનરેશનમાં અગ્રીમ હરોળનું રાજ્ય છે તેમજ ૧૦૭૧૧ મેગાવોટની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સામે ૩૦પ૭ મે.વો. ક્ષમતા આપણે પૂર્ણ કરી છે.

તેમણે કહયું હતું કે પ્રધાનમંત્રી  નરેન્દ્રમોદીએ દેશમાં કલીન-ગ્રીન એનર્જીના ઉત્પાદન અને વ્યાપને પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમ અન્વયે ર૦રર સુધીમાં ગુજરાતમાં ૮,000 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક પાર પાડવામાં આ સોલાર પોલિસીની લંબાવવામાં આવેલી સમયાવધિ નવું બળ પુરૂં પાડશે. આ પોલિસીનો સમયગાળો લંબાવવાના પરિણામે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ તેના રિન્યુએબલ પાવર ઓબ્લીગેશન માટેના લક્ષ્યાંકો પણ પૂર્ણ કરી શકશે.

Related Posts