સમાજને શાણપણભરી ધાર્મિકતાની જરૂર છે, ધર્મ ઘેલછાની નહીં

મહિનાઓથી ચાલી રહેલા કોરોનાવાયરસ(Coronavirus)ના રોગચાળાને કારણે દેશમાં અને દુનિયામાં જાત જાતના નિયંત્રણો લાદવા પડી રહ્યા છે. કોરોનાવાયરસથી થતા કોવિડ-૧૯ રોગનો કોઇ નક્કર ઇલાજ હજી શોધાયો નથી અને દેશમાં દરરોજ તેના હજારો કેસો હજી નોંધાઇ રહ્યા છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ(Social distance) માટેના આદેશો હજી અમલમાં જ છે. આ મહિનાની આઠમી તારીખથી દેશમાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ અપાઇ છે પરંતુ મંદિરો, મસ્જિદો(Temples, Mosques) વગેરે ધાર્મિક સ્થળોએ હજી મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ અને સામાજીક અંતર રાખવા માટેના આદેશો જારી રાખવા પડ્યા છે ત્યારે આવા માહોલમાં ઐતિહાસિક, પરંપરાગત રથયાત્રા(Traditional Rathyatra)નું પર્વ આવી પહોંચ્યું. ઓડિશાના જગન્નાથપુરી(Jagannathpuri) શહેરમાં, જે શહેર પુરીના નામે જાણીતું છે ત્યાં રથયાત્રાની સદી કરતા જૂની પરંપરા છે અને આ વાર્ષિક રથયાત્રામાં ત્યાં લાખો લોકો ઉમટી પડે છે.

સમાજને શાણપણભરી ધાર્મિકતાની જરૂર છે, ધર્મ ઘેલછાની નહીં

ફક્ત આ પુરી શહેરમાં જ નહીં, આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ એક સદી કરતા વધુ સમયથી આ અષાઢી બીજના દિવસની રથયાત્રા નીકળે છે. સુરત સહિત બીજા પણ કેટલાક શહેરોમાં નાની રથયાત્રાઓ આ દિવસે નીકળેે છે. પરંતુ આ વર્ષે નિયંત્રણો અમલમાં હોવાથી આ રથયાત્રા કાઢવું મુશ્કેલ હતું. શાણા લોકોએ આ રથયાત્રાઓ નહીં કાઢવાની ભલામણો કરી, પરંતુ કેટલાક ઉત્સાહી આ રથયાત્રા ધરાર કાઢવાનો મત ધરાવતા હતા. છેવટે મામલો અદાલતમાં ગયો. ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં અમદાવાદની રથયાત્રા નહીં કાઢવા માટે અરજી થઇ, હાઇકોર્ટે રથયાત્રા પર સ્ટે આપ્યો. આ સમયે એવો પણ ભય જણાતો હતો કે મામલો ક્યાંક વણસી નહીં જાય, પરંતુ રથયાત્રાના આયોજકોએ અને મોટાભાગના ભક્તજનોએ અદભૂત શાણપણ બતાવ્યું અને કોઇ હઠધર્મિતાને બદલે તેમણે આ રથયાત્રાના રથો જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જ ફેરવવાનું નક્કી કર્યું.

સમાજને શાણપણભરી ધાર્મિકતાની જરૂર છે, ધર્મ ઘેલછાની નહીં

પુરીની રથયાત્રાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હતો. સુપ્રીમ કોર્ટે ૧૮ જૂનના પોતાના આદેશમાં આ રથયાત્રા નહીં કાઢવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઓડિશા સરકારે રજૂઆત કરી કે રથયાત્રા મર્યાદિત રીતે કાઢી શકાય તેમ છે, આ રજૂઆત પછી સુપ્રીમ કોર્ટે સોમવારે લોકોની હાજરી વિના રથોને પુરી શહેરમાં શરતોને આધિન ફેરવવાની છૂટ આપી અને આ સમયે પુરી શહેરમાં કરફ્યુ રાખવાનો આદેશ આપ્યો.ધર્મ એ છેવટે તો માનવના અને માનવ સમાજના ઉત્થાન માટે છે. શાણપણ એ કોઇ પણ ધર્મના મૂળ પાસાઓમાંનું એક હોય છે પણ ધર્મના નામે જ ઘણી વાર ઝનૂની વર્તન લોકો કરતા હોય છે તે એક કરૂણ હકીકત છે. આ રોગચાળાના સમયમાં આપણા દેશમાં તમામ ધર્મના લોકોએ શાણપણ દાખવી સરકારને સહકાર આપ્યો છે તે ઘણી આનંદની વાત છે.

સમાજને શાણપણભરી ધાર્મિકતાની જરૂર છે, ધર્મ ઘેલછાની નહીં

મુસ્લિમ સમાજે તેનો સમગ્ર રમઝાન મહિનો ઘરોમાં જ બંદગી કરીને વીતાવીને અને તેમના સૌથી મોટા પર્વ ઇદની ઉજવણી પણ અત્યંત સાદાઇપૂર્વક કરીને ઘણું શાણપણ દર્શાવ્યું. શરૂઆતમાં તબલીગી જમાતનો જે બનાવ બની ગયો તેને પણ મુસ્લિમોના મોટા ભાગના વર્ગે વખોડી નાખ્યો છે. પુનરોક્તિ દોષ વહોરીને પણ કહેવું જોઇએ કે શાણપણ એ ધર્મનું મૂળભૂત તત્વ છે. જો શાણપણની જગ્યા ધર્મ ઝનૂન અને ધર્મ ઘેલછા લઇ લે તો ઘણા અનર્થો સર્જાઇ શકે છે. હવે ગણેશ ઉત્સવ ધીમે ધીમે નજીક આવશે. આપણા ગુજરાત અને પાડોશી મહારાષ્ટ્રમાં આ ઉત્સવ ઘણી ધામધૂમથી ઉજવાય છે. અત્યારના સંજોગો જોતા આ ઉત્સવ પણ સાદાઇથી જ ઉજવવો પડે તેવા સંકેતો છે ત્યારે આ પર્વે પણ ધાર્મિક જનોના શાણપણની કસોટી થશે. આશા રાખીને બધા આ કસોટીમાંથી સારી રીતે પાર ઉતરશે.

Related Posts