દર થોડા થોડા દિવસે સોશીયલ મિડિયા પર જ કિડની ફલાણી જગ્યાએથી ડોનેટ કરવાની છે તે માટેના તેમાં ટેલીફોનીક સંપર્ક નંબરો પણ હોય છે. પરંતુ મેસેજને ફોર્વડ કરવાની કૂટેવને કારણે તે મેસેજને ફોર્વડ કરવાવાળીવ્યક્તિ એક પ્રયાસ એ કરે કે મેસેજમાં જણાવેલ ટેલિફોન નંબર પર સંપર્ક કરે તો ખબર પડી જાય કે તે મેસેજ કેટલો ખોટો છે. પણ, આપણે તો સેવાભાવમાં આવી આવા મેસેજ ફોર્વડ કરવાની ઉતાવળ કરીએ છીએ પણ ફોન કરવાની ઉતાવળ કરવી જોઈએ તે કરતા નથી જેને પરિણામે આવા ફેક (બોગસ-ખોટા) મેસેજો ફરતા રહે છે. અને નિર્દોષ અને વ્યક્તિ તેના ચક્કરમાં તે મેસેજ ફેરવતી રહે છે. માટે સચેત રહો, આવો મેસેજ ફોર્વડ ન કરો અને જ્યાંથી તે મેસેજ આવે છે ત્યાં ખરાબ કરવાનું જણાવો તો જ આ ફેક-મેસેજનું વિષચક્ર અટકશે, તેમાં સહીયારા પ્રયાસની જરૂર છે. સરકારશ્રી પણ આ બાબતે જાગૃત થાય. અંગદાન વિષય પર સેવા આપતી સંસ્થા ‘ડોનેટ લાઈફ’આ બાબતે જાહેરમાં પુરતો પ્રકાશ ફેકે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વડોદરા ભાજપ હિંમતવાન
ભાજપમાં દરરોજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આવી રહ્યા છે.ભાજપના જ લાખો કાર્યકર એવા હશે કે જેમને આજ સુધી કોઈએ મંચ પર ખેસ પહેરાવી સ્વાગત કર્યું નહીં હોય અને કોંગ્રેસનાં લોકોને પ્રદેશ પ્રમુખ પૂરી આગતાસ્વાગતા કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો નારાજ છે, પરંતુ હિંમત ફકત વડોદરા ભાજપમાં જ જોવા મળી રહી છે. જ્યોતિબેન પક્ષમાં સત્ય માટે અવાજ ઉઠાવ્યો છે.જે ખૂબ સારી વાત છે. સત્ય માટે બોલવું એ જ સનાતન ધર્મ.જો એમ ન હોય તો રામાયણમાં વિભીષણના પાત્રની કોઈ કિંમત જ ન રહે.રાવણ પોતાનો ભાઈ હોવા છતાં વિભીષણ રામના પક્ષે ગયા. કંસ તો કૃષ્ણના મામા હતા, પરંતુ અધર્મ કરનાર હતા તેથી શ્રી કૃષ્ણ ના હાથે હણાયા.આજ કાલના નેતાઓ સનાતન ધર્મ અને રામનું નામ લઈ પોતાની મનમાની કરી રહ્યા છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે