કોરાના વધતાં સોમવારથી મનપા ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટમાં ફરીથી શરૂ કરશે આ કામ

સુરત: (Surat) શહેરમાં માંડ આંશિકપણે કાબુમાં આવેલા કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. નવેમ્બર માસની શરૂઆતમાં શહેરમાં કોરોનાના પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ દિવાળીના (Diwali) તહેવાર દરમિયાન શહેરમાં લોકોએ ખરીદી માટે તમામ ગાઈડલાઈનનો ભંગ કરતા જ શહેરમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. જેથી હવે ફરીથી તંત્રની દોડધામ વધી છે. મનપા દ્વારા કોરોનાના સંક્રમણને નાથવા માટે સોમવારથી ફરીથી શરૂ થનારા ડાયમંડ તેમજ ટેક્સટાઈલ Diamond And Textile) માર્કેટમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટ (Test) કરાવવા મનપા કમિશનરે સુચના આપી દીધી છે. તેમજ ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રમાં ટેસ્ટીંગ ટીમ વધારેમાં વધારે મુકવા મનપા કમિશનરે સુચના આપી છે.

કોરાના વધતાં સોમવારથી મનપા ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટમાં ફરીથી શરૂ કરશે આ કામ

શહેરમાં અનલોક બાદ ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું. અને હવે દિવાળી બાદ ફરીથી શહેરમાં સંક્રમણ વધતા હવે તંત્ર ફરીવાર ફૂલ એક્શનમાં આવી ગયું છે. મનપા કમિશનરે તમામ ઝોનમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સુચના આપી છે. સાથે સાથે માસ્ક નહીં પહેરનારાઓ સામે પણ વધુમાં વધુ દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું છે. હાલમાં શહેરીજનો માસ્ક નહીં પહેરતા હોય, સંક્રમણ વધી રહ્યું છે. જેથી લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

કોરાના વધતાં સોમવારથી મનપા ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટમાં ફરીથી શરૂ કરશે આ કામ

બહારગામથી પરત ફરતાં લોકોને એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટ કરાવવા અપીલ

દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને કોવિડની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ખાસ કરીને મનપા કમિશનરે અપીલ કરી છે કે, જ્યાં સુધી કોરોનાની દવા કે વેક્સીન નહીં આવે ત્યાં સુધી લોકો અચુકપણે માસ્ક પહેરે. કારણકે, માસ્ક કોરોનાની વેક્સીન જેવું જ કામ કરે છે. તેમ તેઓએ જણાવ્યું છે. ઘણા લોકો વાતચીત કરે ત્યારે માસ્ક ઉતારી દેતા હોય છે અને લોકો એકત્ર જમવા બેસે છે જેથી સંક્રમણ ફેલાવાની ભીતિ છે. જેથી મનપા કમિશનરે તમામ શહેરીજનોને માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરી છે.

વધુમાં મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે કે, દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવે. જે લોકો બહાર ફરવા ગયાં છે ત્યાં પણ કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો નજીકના હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટ અચુક કરાવવા માટેની અપીલ કરી છે. શહેરીજનો પોતાના સ્વાસ્થયને મોનીટરીંગ કરે તે માટે પણ જણાવાયું છે.

Related Posts