તમે કોરોનાના હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો : મનપાએ બેનરો માર્યા

સુરત (Surat) : ગુજરાત (Gujarat) માં અત્યારસુધીમાં 61438 કેસ, 2441 મોત નોંધાયા છે અને 44907 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એપ્રિલથી લઇને જુલાઈ સુધીના ચાર મહિનામાં કોરોનાએ રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. આ ચાર મહિનાના પ્રથમ 15 દિવસ(1થી 15 તારીખ સુધી)માં 25555 કેસ, 1120 મોત અને 17910 ડિસ્ચાર્જ અને છેલ્લા 15 દિવસ(16થી 30-31 તારીખ સુધી)માં 35809 કેસ, 1315 મોત અને 26994 ડિસ્ચાર્જ થયા છે.

તમે કોરોનાના હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો : મનપાએ બેનરો માર્યા

આ સમયગાળાનો આંકડો જોઇએ તો રાજ્યમાં સૌથી વધુ 16790 કેસ 16થી 31 જુલાઈમાં સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 468 મૃત્યુ 1થી 15 જૂન દરમિયાન નોંધાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો કુલ કેસમાંથી 27.3 ટકા કેસ જુલાઈના છેલ્લા 15 દિવસમાં અને કુલ મૃત્યુઆંકમાંથી 19.3 ટકા મોત જૂનના પ્રથમ 15 દિવસમાં નોંધાયા છે.

તમે કોરોનાના હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો : મનપાએ બેનરો માર્યા

એવામાં સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ (Corona Crisis) અટકાવવા માટેના પ્રયત્નોની સાથે સાથે લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ સતત ચાલુ છે, ત્યારે હવે શહેરમાં જયા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લોકોને સાવચેત કરતા મસમોટા બેનરો લગાવવાનું મનપાના તંત્રએ ચાલુ કર્યુ છે.

તમે કોરોનાના હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો : મનપાએ બેનરો માર્યા

ઘણા વિસ્તારોમાં ‘અકસ્માત રીસ્ક ઝોન’, ‘કુતરાઓથી સાવધાન’ એવા બોર્ડ તો લોકોએ જોયા જ હશે પરંતુ હવે સુરતના રસ્તાઓ પર ‘તમે કોરોના સંક્રમિત હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો’ (“you are entering high risk zone” banners in surat to control corona crisis) તેવા બેનરો જોવા મળી રહ્યા છે. સુરત મનપા દ્વારા આ નવી સ્ટ્રેટોજી અપનાવવામાં આવી છે. જેમાં હવે જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધશે ત્યાં આવા બેનરો લગાવાશે. હાલમાં રાંદેર ઝોનમાં ગુજરાત ગેસ સર્કલ, એલ.પી. સવાણી રોડ વગેરે જગ્યા તેમજ અઠવા ઝોનમાં આવા બેનરો લાગ્યા છે.

તમે કોરોનાના હાઇ રીસ્ક ઝોનમાં પ્રવેશી રહ્યો છો : મનપાએ બેનરો માર્યા

રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દરરોજ 1100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 20થી વધુના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 7,64,777 ટેસ્ટ થયા છે. જેમાંથી 61,438 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યારસુધીમાં કુલ 44,907 દર્દીઓ ડિસ્ચાર્જ અને મૃત્યુઆંક 2,441એ પહોંચ્યો છે. હાલમાં કુલ 14090 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14009ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,153 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે જ્યારે 833 દર્દી સાજા થયા છે.

Related Posts