મનપાના કર્મચારીઓને SMCએ કરાર કરેલી હોસ્પિટલમાં સીધા એડમિટ થવા મંજૂરી

સુરત (Surat) : ગુજરાત (Gujarat) માં 12મા ક્રમે 1153 કેસ નોંધાયા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ (state health department) દ્વારા સતત કોરોના ટેસ્ટ (increased testing in Gujarat) વધુ કરવામાં આવી રહ્યા છે. જેમાં શુક્રવારે રાજ્યમાં કુલ 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે નવા 1153 કેસ સામે 833 દર્દી સાજા થઈ ગયા છે. જેના પગલે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 73.09 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 4,83,569 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મનપાના કર્મચારીઓને SMCએ કરાર કરેલી હોસ્પિટલમાં સીધા એડમિટ થવા મંજૂરી

હાલમાં રાજ્યમાં 14090 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 14009 દર્દીની સ્થિતિ સ્થિર છે. શુક્રવારે વધુ 833 દર્દીને રજા આપવા સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 44,907 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોના દર્દીઓ (Corona Patients) ની સંખ્યા યથાવત છે. જિલ્લામાં કોરોનાના નવા 65 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 2687 નોંધાયો છે. જિલ્લામાં નવા 259 લોકોને હોમ ક્વોરન્ટાઈન (home quarantine) કરવામાં આવ્યા છે. જો કે નવા 60 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 770 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં નવા 4 મોત નોંધાતા તંત્ર દોડતું થયું છે.

મનપાના કર્મચારીઓને SMCએ કરાર કરેલી હોસ્પિટલમાં સીધા એડમિટ થવા મંજૂરી

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સામે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. કોરોનાને નાથવા માટે સુરત મનપાના કર્મચારીઓને કોવિડ અંગેની વિવિધ ફરજ સોંપવામાં આવી છે. જેથી સુરત મનપાના કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. જેથી સુરત સુધરાઈ કામદાર મંડળ સહિતનાં 9 યુનિયન દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે, મનપાના કર્મચારીઓને મનપાએ કરાર કરેલી ખાનગી હોસ્પિટલમાં સીધા સારવાર કરી સારવાર આપવામાં આવે.

મનપાના કર્મચારીઓને SMCએ કરાર કરેલી હોસ્પિટલમાં સીધા એડમિટ થવા મંજૂરી

આ માંગણી મનપા કમિશનરે મંજૂર કરી હતી. અને મનપાના ઓડિટ ખાતામાં ફરજ બજાવતા રાજેન્દ્ર પંચાલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને 21 જુલાઈના દિવસે મિશન હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. અને મનપાના એમઓયુ (MOU) મુજબના ખર્ચે સારવાર આપવામાં આવી હતી. અને મનપાના કોઈ પણ કર્મચારીને કોઈ મુશ્કેલી હોય તો, યુનિયનના હોદ્દેદ્દારોનો સંપર્ક કરવા જણાવાયું છે.ગુજરાતમાં જે ધન્વન્તરી રથ ચાલે છે, તેની કામગીરી તેમજ ગરેક વિસ્તારમાં જઇને લોકોના ઘરે ઘરે જઇને કોરોનાથી બચવા માટે ઇમ્યુનિટીની દવાથી માંડીને લોકોના લક્ષ્ણો પૂછવાનું કામ આ કર્મચારીઓ કરી રહ્યા છે. તેમની પાસે કોઇ PPE કીટ, માસ્ક કે ગ્લવઝ નથી હોતા.

Related Posts