આંકડો ચોંકાવનારો : WhatsApp પર દરરોજ કેટલા મેસેજ મોકલવામાં આવે છે જાણો

નવી દિલ્હી : દેશમાં 21મી સદીની શરૂઆતમાં દેશમાં મોટા ભાગે કી-પેડ વાળા વગર ઇન્ટરનેટ વાળા મોબાઈલ (Mobile without internet) હતા. ત્યાર બાદ ધીમે ધીમે મોબાઈલ ફોને સ્માર્ટ ફોન (Smartphone) નું સ્વરૂપ લેવાનું શરૂ કર્યુ અને લોકો કોમ્પ્યુટર સાથે મોબાઈલમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ (Internet use) કરતા થયા. પરંતુ જ્યારથી દેશમાં જીઓએ 4જીની શરૂઆત કરી ત્યારથી લોકો હાઈસ્પીડ ઇન્ટરનેટ (High speed internet) નો ઉપયોગ કરતા થયા. વાત કરીએ વોટ્સએપની જે હવે ફેસબુકનાં માલિકીની છે. ફેસબુકનાં માલિક માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) એ માહિતી આપી છે કે વોટ્સએપ (WhatsApp) અને ફેસબુક (Facebook) નાં બીજા એપ્સને દરરોજ 250 કરોડથી વધુ યુઝર્સ ઉપયોગ કરે છે. તથા ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પર દરરોજ એક હજાર કરોડથી વધુ મેસેજીસ મોકલવામાં આવે છે.

આંકડો ચોંકાવનારો : WhatsApp પર દરરોજ કેટલા મેસેજ મોકલવામાં આવે છે જાણો

માર્ક જુકરબર્ગએ જણાવ્યું કે વોટ્સએપ અને ફેસબુક ફેમિલીનાં બીજા એપ્સ પ્રત્યેક દિવસે 250 કરોડ લોકો ઉપયોગ કરે છે. મીડિયા અહેવાલો મુજબ ઓક્ટોબર માસમાં વોટ્સએપનાં 200 કરોડ એક્ટિવ યુઝર્સ હતા અને જાન્યુઆરીમાં એન્ડ્રોઈડ ડિવાઈઝ પર વોટ્સએપને 500 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઓક્ટોબર માસ સુધી ફેસબુક મેસેંજર પર 130 કરોડ યુઝર્સ એક્ટિવ હતાં. આટલી મોટી સંખ્યામાં યુઝર્સ હોવાથી તેની સાથે આ બીજો નોન-ગુગલ એપ્લિકેશન બની ગયુ છે. આ તમામ પ્લેટફોર્મ વિજ્ઞાપન આપનારની સંખ્યાની વાત રકીએ તો તે 10 મિલિયન કરતા પણ વધુ થઈ ગઈ છે એટલે કે 1 કરોડથી વધુ થઈ છે.

આંકડો ચોંકાવનારો : WhatsApp પર દરરોજ કેટલા મેસેજ મોકલવામાં આવે છે જાણો

વોટ્સઅપ પર મોકલવામાં આવેલા મેસેજની વાત કરીએ તો 2017માં નવા વર્ષ દરમિયાન વોટ્સએપ પર 63 અરબ મેસેજ મોકલવામાં આવ્યા હતા. 2018માં 75 અને 2019 દરમિયાન નવા વર્ષ દરમિયાન મેસેજ મોકલવાનો આ આંકડો 100 અરબને વટાવી ચૂક્યો હતો. તે સિવાય માર્ક જુકરબર્ગએ જણાવ્યું કે, કંપનીએ નવા અપડેટ સાથે મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને ઇન્ટીગ્રેટ કર્યુ છે. આવા એપ્લિકેશનોમાં સમયાંતરે અપગ્રેડ કરવામાં આવે છે જેને લોકોનો પોઝિટિવ ફિડબેક મળી રહ્યો છે. તેમાં ઘણા પ્રકારનાં સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાં ચેટની નોટિફિકેશનથી સંબંધિત એક ફિચર આપવામાં આવેલ છે જેમાં ચેટને હંમેશા માટે મ્યૂટ કરી શકાય છે. ભારતીય વપરાશકર્તાઓ હવે ‘ઓલવેઝ મ્યૂટ’ વિકલ્પ/ઓપ્શન સાથે કોઈ પણ ચેટને હંમેશા માટે મ્યૂટ કરી શકે છે.

Related Posts