શૌર્ય ચક્ર એવોર્ડ વિજેતા બલવિંદર સિંહની ગોળી મારી હત્યા કરાઇ

ચંદીગઢ (Chandigarh): શૌર્ય ચક્રથી સન્માનિત કાર્યકર્તા બલવિંદર સિંહની (Balwinder Singh) પંજાબના તરનતારનમાં (Tarn Taran ) હત્યા કરાઈ હતી. બલવિન્દરસિંહ પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓ (khalistan terrorist) સામે અવાર નવાર લડત આપતા હતા.તેઓ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે બહાદુરીથી લડ્યા હતા.

Centre declares 9 wanted men as 'terrorist' under UAPA - Gujarat  ExclusiveGujarat Exclusive

તેમના પર આતંકવાદીઓ દ્વારા અગાઉ 42 વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હત્યા પણ આતંકવાદી જૂથોએ કરી હોવની તેમના પરિવારે શંકા વ્યક્ત કરી છે. પંજાબના ભિખીવિંડમાં રહેતા બલવિંદર સિંહ પર શુક્રવારે સવારે સાત વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ તેમના ઘરમાં ઘૂસીને ગોળીબાર (firing) કર્યો હતો. જેમાં તેમનું અવસાન થયુ હતુ.

Why silent over pro-Khalistan rally in London, asks Congress | India News –  India TV

થોડા મહિના પહેલા પંજાબ સરકાર દ્વારા બલવિંદર સિંહની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમણે પંજાબ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, કેમ કે તેમના પર અગાઉ ઘણા વાર હુમલાઓ થઇ ચૂક્યા હતા.2017 માં પણ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘર પર અનેક વાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે તેમનો પરિવાર તેનાથી બચી ગયો હતો. તેઓ પોતાના ઘરની નજીક સ્કૂલ ચલાવતા હતા.

बलिवंदर की हत्या के बाद उनका परिवार।

બલવિંદર સિંહના ભાઈ રણજીત સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે આ હુમલા પાછળ આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓ હમણાં આ વિશે કંઇ કહી રહ્યા નથી. બલવિંદર સિંહના પરિવારે પોલીસ પર શિથિલતાનો આરોપ કર્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હુમલાની જાણ થતાં પોલીસ અડધા કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે પોલીસ સ્ટેશન ઘરની નજીક છે.

Khalistan Movement : India's New List of Terrorists - CrowdWisdom360

પંજાબમાં જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે આતંકવાદીઓએ બલવિંદર સિંહ પર હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોંચરથી 42 વાર હુમલો કર્યો હતો. દરેક વખતે બલવિન્દર સિંહે આતંકવાદીઓને પકડી લીધા હતા.તેમણે ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બલવિંદર સિંહને 1993 માં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (Shankar Dayal Sharma) દ્વારા શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેમને તેમની પત્ની જગદીપ કૌર, ભાઈઓ રણજીત સિંહ અને ભૂપીન્દર સિંહ સાથે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

India's Khalistan Limbo | Geopolitica.RU

ખાલિસ્તાની આતંકવાદીઓ સામે બહાદુરીથી લઢવા બદલ તેમને અને તેમના પરિવારને સરકાર દ્વારા શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. શૌર્ય ચક્ર એ શાંતિ માટે આપવામાં આવતુ ભારતનું સર્વોચ્ચ બહાદુરી ચંદ્રક છે. બલવિંદર સિંહના જીવન પર દૂરદર્શન (Doordarshan) પર પ્રસારિત ‘પંજાબ એક યાત્રા’ (Punjab Ek Yatra) અને બીજી ઘણી ટેલિફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

Related Posts