રિલાયન્સના શેરમાં 1 કલાકમાં 6 % ઘટાડો; માર્કેટ કેપ 70 હજાર કરોડ જેટલી ઘટી

નવી દિલ્હી (New Delhi): દેશની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries -RIL) શેર અચાનક સોમવારે 6% જેટલા ઘટી ગયા હતા. જેને કારણે કારણે તેના માર્કેટ કેપિટલમાં (Market Capital) માત્ર એક જ કલાકમાં 70 હજાર કરોડ રૂપિયનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે જુલાઇની શરૂઆતમાં રિલાયન્સના સ્ટોકમાં એક જ દિવસમાં 6.2% નો ઘટાડો થયો હતો. તે સમયે તેની કિંમત 1978 થી ઘટીને 1798 રૂપિયા થઈ ગઈ હતી. 23 ઑક્ટોબરથી સોમવાર સુધી કંપનીની માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો ઘટાડો થયો છે.

રિલાયન્સના શેરમાં 1 કલાકમાં 6 % ઘટાડો; માર્કેટ કેપ 70 હજાર કરોડ જેટલી ઘટી

હકીકતમાં પાછલા કેટલાક દિવસોથી એવી ખબર ફેલાઇ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની (Mukesh Ambani) તબિયત સારી નથી. મળતી માહિતી મુજબ તેઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (organ transplant) માટે લંડન (London/ UK) લઇ જવાયા છે. જો કે આ અંગે પરિવાર તરફથી સત્તાવાર રીતે કોઇ જ જાણ કરાઇ નથી. છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે કે મુકેશ અંબાણીની હાલત ખરાબ છે. લંડનમાં તેમનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમના વજનમાં 30 કિલો ઘટાડો થયો છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આથી જ આ વર્ષે અંબાણી પરિવાર IPL માં દેખાઇ રહ્યો નથી.

રિલાયન્સના શેરમાં 1 કલાકમાં 6 % ઘટાડો; માર્કેટ કેપ 70 હજાર કરોડ જેટલી ઘટી

જણાવી દઇએ કે ગયા અઠવાડિયે, મુકેશ અંબાણીએ દેશના ટોચના વકીલ હરીશ સાલ્વેના (Harsih Salve) લગ્ન સમારોહમાં ઓનલાઇન વેબિનાર દ્વારા જોડાયા હતા. અને તેમની તબિયત તદ્દન સામાન્ય હોય એવુ જણાતુ હતુ. કેટલાક બ્રોકરેજ હાઉસીસ (Brokerage Houses) માને છે કે આ સમાચાર હજુ સુધી બહાર આવ્યા નથી અને ત્યાં સુધી તે વિશે સંપૂર્ણ માહિતી ન આવે ત્યાં સુધી મકેશ અંબાણીની તબિયત વિશે કહેવું ખોટું હશે, પરંતુ આ ખબરોની અસર શેરના ભાવો પર મોટા પ્રમાણમાં દેખાઇ રહી છે. શનિવારે ફ્યુચર રિટેલ ડીલ અને કંપનીના નબળા પરિણામોના કારણે સ્ટોક પર અસર દેખાઇ રહી છે. કેટલાકનું માનવુ છે કે શેરના ભાવ નીચા જવા પાછળ કોઇ બીજું કારણ છે.

રિલાયન્સના શેરમાં 1 કલાકમાં 6 % ઘટાડો; માર્કેટ કેપ 70 હજાર કરોડ જેટલી ઘટી

તાજેતરમાં જિઓ ટેલિકોમ અને રિટેલ સેગમેન્ટમાં હિસ્સો વેચવાના કારણે આરઆઈએલના શેરમાં તીવ્ર વધારો થયો હતો. જ્યારે આ પહેલા આ શેરમાં ઘણા વર્ષોથી ફેરફાર જોવા મળ્યો નહોતો. કોરોનાને કારણે કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં સારુ પ્રદર્શન કર્યુ ન હોતુ. 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 15% ઘટીને રૂ .9,500 કરોડ થયો છે.તેની આવક પણ 1.48 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

Related Posts