લોકડાઉન ના સમયગાળામાં કોઇપણ પ્લેયર આઉટ ઓફ શેપ નહીં થઇ જાય

ગઇકાલે વડાપ્રધાન મોદીએ ૨૧ દીવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું એ સાથે વિરાટ કોહલી એન્ડ ટીમ માટે ફીઝીયો નીતીન પટેલ દ્રારા ધરે બેઠા કસરત અને ડાયેટ કરવાનું કહેવામાં આવ્યું છે. સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ નીતીન પટેલે દરેક પ્લેયર ૨૧ ધરે બેઠા પણ ફીટ રહે તે માટે દરેક શ્રેણીના પ્લેયરોને કસ્ટમાઇઝ્ડ રુટીન આપ્યું છે.

અને દરેક પ્લેયર્સને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે કે લોકડાઉન ના સમયગાળામાં કોઇપણ પ્લેયર આઉટ ઓફ શેપ નહીં થઇ જાય. દરેક પ્લેયર્સ જે રેડ બોલ થી કે વ્હાઇટ બોલથી ક્રીકેટ રમી રહ્યા છે તે દરેક ને લોકડાઉનના લાંબા સમયગાળામાં ફીટનેસ જાળવી રાખવા માટે ફીટનેસ રુટીન પ્લાન આપવામાં આવ્યો છે અને દરેક પ્લેયર્સએ તેઓનો ફીટનેસનો વખતો વખત રીપોર્ટ નીતીન પટેલ ને આપવાનો રહેશે.

Related Posts