કૃષિ કાયદાઓ રદ કરવા હવે બાપુ મેદાનમાં: દિલ્હી જઇને આ તારીખથી ઉપવાસ પર બેસશે

ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના સમર્થનમાં ખૂબ જ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela -બાપુ) નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આ જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરતા કહ્યું કે, 25 ડિસેમ્બરે વાજપેયીજીની (Atal Bihari Vajpayee) જન્મતિથિ સુધી સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું દિલ્હી રાજઘાટ ખાતે આમરણાંત (hunger strike till death) ઉપવાસ પર ઉતરીશ. જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે એમ તેમણે કહ્યુ હતુ.

નવા કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદલોન પર બેઠા છે તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઈ સમાધાન આવી રહ્યુ નથી. કડકડતી ઠંડીમાં પણ આંદોલન ચાલુ રાખનાર ખેડૂતો માટે સરકાર દ્વારા કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ખેડૂતોના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતો સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદોનો દરજ્જો આપી દીધો છે. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દિલ્હી બોર્ડર સહતિ પંજાબમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ઐતિહાસિક અને ક્રાંતિકારી કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના કરમસદ ખાતે આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ‘કહીં પે નિગાહેં કહીં પે નિશાના, ઉક્તિની જેમ ખેડૂતોના નામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિય સરકારને રાજકીય બદઈરાદા સાથે બદનામ કરવાનું હીન કાર્ય કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ અને દેશવિરોધી તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

Related Posts