Sports

ઓસ્ટ્રેલિયાના 5 લેફ્ટી બેટ્સમેનો પર ભારે પડશે શમી-સિરાજ, જાણો કેવી રીતે?

અમદાવાદ: બેટિંગ હંમેશા ભારતીય ક્રિકેટ ટીમની (IndianCricketTeam) મોટી તાકાત રહી છે, પરંતુ આ વખતે ફાસ્ટ બોલિંગનો દબદબો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેમ એક સમયે પાકિસ્તાન (Pakistan) પાસે પેસ બેટરી હતી, તેવી જ રીતે ભારત પાસે શમી, બુમરાહ અને સિરાજના રૂપમાં ઘાતક ત્રિપુટી છે. જેણે દરેક બેટ્સમેનના મનમાં ભય પેદા કર્યો છે.

ઈંગ્લેન્ડના (England) પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું (NasirHussain) કહેવું છે કે ટીમ ઈન્ડિયા પાસે હાલમાં શ્રેષ્ઠ બોલરો છે. ‘જો તમે જસપ્રિત બુમરાહથી (JaspritBumrah) બચો છો, તો સિરાજ (Siraj) આઉટ કરી દેશે. જો સિરાજથી તમે જેમ તેમ બચી જશો તો શમી (Shami) આઉટ કરશે. જો મોહમ્મદ શમીથી પણ બચી જશો તો ભારતીય સ્પિનર તમને ​​આઉટ કરવા માટે તૈયાર જ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી શોએબ અખ્તરે (ShoebAkhtar) કહ્યું, ‘ભારત એક નિર્દયી ટીમ બની ગઈ છે. હવે તમારા ઝડપી બોલરોને વધાવી લો. હું શમી માટે ખૂબ જ ખુશ છું.’

આ આંકડા ઓસ્ટ્રેલિયાની ચિંતામાં વધારો કરશે
આ સાથે જ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (Australia) સામે ભારતીય બોલરોએ ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે. કારણ કે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર ટ્રેવિસ હેડ (TravisHead) અને ડેવિડ વોર્નર (DavidWarner) ડાબોડી છે. નીચલા ક્રમમાં મિચેલ સ્ટાર્ક (MichelStarc) અને જોશ હેઝલવુડ (JoshHazelwood) પણ લેફ્ટી છે. ભારતીય બોલરોમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ડાબેરી બેટ્સમેનો સામે સારી બોલિંગ કરે છે.

શમી ડાબોડીઓ સામે દર 22 રનમાં એક વિકેટ લે છે. તેણે તેની કારકિર્દીમાં 30% વિકેટ લેફ્ટી બેટ્સમેનોની લીધી છે. શમીએ આ વર્લ્ડ કપમાં 8 ડાબા હાથના બેટ્સમેનોને આઉટ કર્યા છે. અહીં તે માત્ર 4 રન અને 7 બોલમાં ડાબા હાથના બેટ્સમેનને પેવેલિયન મોકલી રહ્યો છે.

સિરાજ દર 21 રનમાં 1 લેફ્ટી બેટ્સમેનને આઉટ કરે છે. તેની વન ડે કારકિર્દીમાં તેણે 35% વિકેટ લેફ્ટી બેટ્સમેનોની લીધી છે. વર્લ્ડ કપમાં પણ તેણે ડાબેરી બેટ્સમેનોની અડધી વિકેટો લીધી છે. સિરાજે ટૂર્નામેન્ટમાં દર 18 રનમાં એક લેફ્ટી બેટ્સમેનની વિકેટ લીધી લે છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ માત્ર પાવરપ્લે ઓવરમાં જ વિકેટ નથી લઈ રહ્યો. તેના બદલે, બેટ્સમેનોએ તેમની સામે એક-એક રન બનાવવા માટે ઘણું વિચારવું પડે છે.

Most Popular

To Top