ક્રિકેટની દુનિયામાં સસ્પેન્સઃ હરભજન કરશે ખુલાસો!

  • હરભજન સિંહે ટ્વિટ કરી કે હાલમાં જ મને કશુંક ખબર પડી છે જે ક્રિકેટને જોવાના દ્રષ્ટીકોણને હંમેશ માટે બદલીને મુકી દેશે

નવી દિલ્હી (New Delhi): ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League- IPL) ની 13મી આવૃત્તિ શરૂ થવામાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આઇપીએલને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ટૂર્નામેન્ટ ભલે યુએઇમાં (UAE) રમાડવામાં આવનાર છે પરંતુ ભારતમાં માહોલ ગરમ થઇ રહ્યો છે. એવામાં ચેન્નઇ સુપરકિંગ્સના (CSK) સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) એક ટ્વિટ કરીને લોકોનાં મનમાં સવાલ ઉભા કરી દીધાં છે. હરભજન સિંહે ટ્વિટ કરી કે, ક્રિકેટ હાલ ઘણું ચર્ચામાં છે અને હાલમાં જ મને કશુંક ખબર પડી છે જે ક્રિકેટને (cricket) જોવાના દ્રષ્ટીકોણને હંમેશ માટે બદલીને મુકી દેશે. હરભજને સાથે જ હેશટેગ #CricketKaKhulasa લગાવ્યો છે.

IPL નજીક આવી રહી છે, તેમ તેમ CSK પર સંકટના વાદળ ઘેરાતા જઇ રહ્યા છે. પહેલા આ ટીમના અમુક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમના સભ્યોને કવૉરન્ટાઇન થવુ પડયુ. અને ત્યાર પછી સુરેશ રૈનાના ટુર્નામેન્ટ છોડવાના સમાચાર સામે આવ્યા હતા. આમ તો આશંકા હતી જ કે સુરેશ રૈના સિવાય ટીમનો આ સિનિયર ખેલાડી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. આ ખેલાડી બીજુ કોઇ નહીં પણ હરભજન સિંઘ (harbhajan singh) હતા.

5 Adorable Moments Of Harbhajan Singh And Geeta Basra That Prove They Were  Meant To Be Together

હરભજન સિંઘ કે જે ભારતના શ્રેષ્ઠ ઑફ-સ્પિનર્સમાંના એક છે, તેમણે કહ્યુ કે તે CSKની ટીમ સાથે UAE જવા રવાના નહોતા થયા, પણ તેઓ પાછળથી ટીમમાં જોડાવાના હતા. જો કે 4 સપ્ટેમ્બરે ઑફિશ્યલ સમાચાર આવી ગયા હતા કે હવે સુરેશ રૈના પછી હરભજન સિંઘ પણ IPL ટુર્નામેન્ટ નથી રમવાના. હરભજન સિંઘે આ અંગેના ચોક્કસ કારણોની પુષ્ટિ કરી નથી, બસ એટલુ જ કહ્યુ છે કે તેમના કારણો અંગત છે. અને આ પારિવારિક કારણો છે.

IPL 2020: Harbhajan Singh Pulls Out of IPL 2020, Another Setback for CSK

હરભજન સિંઘે તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ કે તેઓ મજબૂર છે અને આ સમયે તેમનો પરિવાર તેમની પ્રાથમિકતા હોવાથી તેઓ ઇચ્છતા હોવા છતાં પણ CSKમાં જોડાઇ શકશે નહીં. હરભજને આગળ કહ્યુ છે કે તેમને એ વાતની ખુશી છે કે IPLની મેનેજમેન્ટ ટીમે તેમના આ નિર્ણયને માન્ય રાખ્યો. એટલુ જ નહીં પણ મેનેજમેન્ટે સિંઘના આ કારણો અને પરિસ્થતિ અંગે ખાસ્સુ સપોર્ટિવ વલણ દાખવ્યુ હતુ. હરભજને IPLની ટીમનો આ બદલ આભાર માન્યો હતો.

Related Posts