શાળા સંચાલકોએ પગાર માટે હાથ ઊંચા કરી દેતા શિક્ષકોની હાલત કફોડી બની : જીલ્લા કલેકટરને રજૂઆત

શિક્ષકોએ આર્થિક ભીંસથી કંટાળીને શિક્ષકો આત્મહત્યા સુધી પ્રેરાઇ શકે તીવ ભીતી બતાવી

(પ્રતિનિધિ) વડોદરા,તા.૨૯ રાજ્ય સરકારે કોરોનાની મહામારીમાં વાલીઓ પર ફી બાબતે દબાણ કરતી શાળાઓને ફી માટે દબાણ નહી કરવાની સૂચના આપતા શાળા સંચાલકોએ રાજ્ય સરકારનું નાક દબાવવા ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હતું પણ રાજ્ય સરકારે કડકાઇ દાખïવતા આખરે શાળા સંચાલકોએ ઓનલાઇન અભ્યાસ શરૂ કરાવ્યું હતું.

પણ રાજ્ય સરકાર તેમજ શાળા સંચાલકો વચ્ચેની લઢાઇમાં શિક્ષકોનો મરો થઇ ગયો છે.ત્યારે આજે શિક્ષકોએ જીલ્લા કલેકટરને આવેદન આપીને પોતાની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોચાડીને રાજ્ય સરકાર વચલો રસ્તો કાઢે તેવી માંગ કરી હતી.

કોરોનાની મહામારીમાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઇ છે.આ કોરોનામાં કેટલાક લોકો બેરોજગાર થવાની સાથે કેટલાયના વ્યાપાર ધંધા મરી પરવાર્યા છે.તેવા સમયે શાળા સંચાલકોએ વાલીઓ પર ફીને લઇને દબાણ શરૂ કર્યુ છે.અને ફી ન ભરે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન નહી ભણાવવાનુ તેમજ પરીક્ષા પણ નહી લેવાનું જણાવતા વાલીઓ તેમજ શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે.

આ સ્થિતિમાં રાજ્ય સરકારે શાળા સંચાલકોને ફી બાબતે વાલીઓ પર દબાણ નહી કરવાનું જણાવ્યું છે.જેથી શાળા સંચાલકોએ ઓનલાઇન અભ્યાસક્રમ બંધ કરી દેતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે.અને આ ઝઘડામાં શાળા સંચાલકોએ શાળા ન નફો કે ખોટ કરતું એકમ ગણાવીને વાલીઓને તેમજ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી.

હવે શાળા સંચાલકોએ પણ શિક્ષકોને પગાર આપવા હાથ ઉંચા કરી દીધા છે.જેના કારણે શિક્ષકોની હાલત કફોડી બની છે.કેટલીક શાળાએ તો જ્યાં સુધી શાળા પાસે ભંડોળ છેત્યાં સુધી પગાર આપીશું ત્યાર બાદ ભવિષ્યનું કહી શકતા નથી.તેમ જણાવી દેતા શિક્ષકો અટવાયા છે.

જેને લઇને શહેરની એક હજારથી વધુ શાળાના શિક્ષકોની વેદનાને લઇને શિક્ષકોએ જીલ્લા કલેકટરને આવેદન આપીને પોતાની હાલત મુખ્યમંત્રીને જણાવવા રજૂઆત કરી હતી.શિક્ષકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શિક્ષકોને પગાર ન મળે તો શિક્ષકો અઘટીત ઘટના માટે મજબૂર બની શકે છે.મરોલીમાં આર્થિક ભીંસ અનુભવતા એક શિક્ષકે કંટાળીને આત્મહત્યા કરી દીધી છે.તેવી ઘટના પણ બની શકે છે.જેથી રાજ્ય સરકારે વચલો રસ્તો કાઢવો જાઇએ.

Related Posts