સંતરામપુર મામલતદાર કચેરીના અધિકારીને કોરોના થવાથી કામગીરી બંધ કરાતા નાગરીકોને ધરમધક્કા

(પ્રતિનિધિ)સંતરામપુર, તા.૧૪ સંતરામપુર મામલતદાર કચેરીના એક અધિકારીને શનિવારે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સ્થાનિક તંત્રમાં હડકંપ મચી જવા પામેલ જાવા મળતો હતો. શનિવારે સાંજના સંતરામપુર સ્થિત બેંક ઓફ બરોડાના કર્મચારી સંપટ ગણેશ ડબગરને કોરોના પોઝીટીવ આવતા બેંક ત્રણ દિવસ કવોરોન્ટાઈન કરાયેલ જાવા મળતી હતી અને મામલતદાર કેરી સંતરામપુરના નાયબ મામલતદાર ધવલ પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મામલતદાર કચેરી આજરોજ કામકાજ શરૂ થાય તે પહેલા જ બંધ કરી દેવાયેલ અને કચેરીના ગેટ બંધકરી હોમ ગાર્ડઝ નો બંદોબસ્ત ગોઠવેલ જાવા મળતો હતો મામલતદાર કચેરીમાં આવેલ જન સેવા કેન્દ્ર માં જાતી આવક રેશનકાર્ડ સ્ટેમ્પ પેપર લેવા સારૂં ના કામો માટે તાલુકાની પ્રજાને વિદ્યાર્થીઓ મોટી સંખ્યાં આવેલ જાવા મળતા હતા પરંતુ મામલતદાર કચેરી કવોરોન્ટાઈન કરાતાને ગેટ બંધ કરાતા અંદર કોઈને જવા દેવાતા ન હતા અને મામલતદાર કચેરીશનિવારને સોમવાર સુધી બંધ રખાયેલ છે અને આજથી થી મામલતદાર કચેરી રાબેતા મુજબ કામકાજ કરતી થશે તેમ જાણવા મળેલ છે.

Related Posts