સુશાંત સિંહની આત્મહત્યા બાદના વિવાદ પર સલમાન ખાને કરી આ અપીલ

સુશાંતના આપઘાત બાદ હવે બોલિવુડ સ્ટાર સલમાન ખાન(SALMAN KHAN)એ ટ્વીટ કરીને પોતાના ચાહકોને સુશાંતના ચાહકોને સુશાંત(SUSHANT)નાં ચાહકો અને તેનાં પરિવાર સાથે ઉભા રહેવા વિનંતી કરી છે અને સુશાંત રાજપુતનાં ચાહકોનાં કટાક્ષ અને અભદ્ર ભાષાને નકારી એનાં પાછળની ભાવના સાથે જોડાવાનું કહ્યું. વધુમાં સલમાને કહ્યું કે કોઈ પોતાનું પ્રિય છોડી જાય તો તે ખુબ જ પીડાદાયક છે.

खान परिवार पर गंभीर आरोप लगाने वाले ...

બોલિવૂડ(BOLIWOOD) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આપઘાત બાદ તેનું પરિવાર, ફેન્સ(FANS) તેમજ સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે એવામાં ચાહકો જૂદી-જૂદી રીતે સુશાંતનાં અપઘાત પાછળનાં તારણો કાઢી રહ્યાં છે. એવામાં સોશિયલ મીડીયા(SOCIAL MEDIA) પર બોલિવુડમાં થતી ભાઈભતીજા વાદ (NEPOTISM)ની ચર્ચાથી ચાહકો રોષે ભરાયા છે. તેના લીધે સલમાન સહીત અમુક મોટા ચેહરા સામે આવ્યા છે.

Salman Khan's love song 'Tere Bina' gets 26 million views ...

સુશાંતના સુસાઈડની ઈનસાઈડ સ્ટોરીમાં સલમાન ખાન, કરણ જોહર અને એકતા કપુરનું નામ આવતા તેમને પ્રસંશકોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક બોલિવુડ સ્ટાર તેમના ટ્વીટર હેન્ડલ પર ચાહકોને સુશાંતની ઉદાસીનું કારણ જણાવતાં બોલિવુડમાં થતી નેપોટીઝમ(ભાઈભતીજા વાદ)ની વાતો કરી રહ્યાં છે. જે તમામ સોશિયલ મીડીયા પર ચર્ચાનો વિષય છે.

Israel mourns the demise of Sushant Singh Rajput, calls him a ...

ચાહકોને વિશ્વાસ નથી થતો કે સુશાંત હવે બધાને અલવિદા કરી ગયો છે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયા પર બોલિવુડમાં થતી નેપોટીઝમની ચર્ચા થઈ રહી છે. તેનાથી લોકો સ્ટાર કિડ્સ(અભિનેતાઓનાં સંતાનો) જેઓને સ્ટ્રગલ વગર ફિલ્મો મળી જાય છે તેમને આડેહાથ લઈ રહ્યાં છે.

હાલ જેવી રીતે અન્ય અભિનેતાઓ દ્વારા બોલિવુડનાં કારનામા વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે. તેનાથી ઘણા બોલિવૂડ હસ્તીઓની ફેન્સ ફોલોવિંગ ઘટવા લાગી છે. તે જ સમયે, સલમાન ખાને તાજેતરમાં એક પોસ્ટ શેર કરી ચાહકોને ખાસ અપીલ કરીને પોતાનાં ચાહકોને સુશાંતના ચાહકોની ભાવના સમજવા વિશે કહ્ચું હતું.

Sushant Singh Rajput was also the owner of these three companies ...

સુશાંત સિંહ રાજપુતનાં આપઘાત બાદ પ્રસંશકો સલમાન પર આંગળી ચીંધી રહ્યાં છે, ઘણાં ચાહકો સલમાન પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે સલમાન ખાનને ખુબ જ ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. જે મામલે સલમાને પ્રતિક્રિયા આપી હતી.

દબંગ ફિલ્મનાં ડાયરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને તેનાં પરિવાર પર તેની કારકિર્દી બરબાદ કરવાનાં આરોપ લગાવ્યાં હતાં. હાલ સલમાન સમક્ષ પણ (એફઆઈઆર)FIR નોંધાઈ છે. સલમાન ખાન દ્વારા તમામ આરોપો અંગે બીજી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.

Related Posts