શહેરાના સલામપુરા ગામ પાસે બે મોટર સાયકલ સામ સામે ભટકાતા યુવાનનું મોત

અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને ઇજા થતા ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડાયા

(પ્રતિનિધિ) શહેરા,તા.૨૫  શહેરા ના  નાડા રોડ તરફ સલામપુરા ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા ૨૦ વર્ષીય યુવાનનુ  ઘટનાસ્થળે  મોત નીપજયુ હતુ. જ્યારે  ત્રણ ને શરીરે નાની મોટી ઈજા થતા ગોધરા ખાતે સારવાર હેઠળ છે.પોલીસ ઘટના સ્થળ ખાતે પહોંચી ને જરૂરી   કાર્યવાહી  હાથધરી હતી.

શહેરા ના  નાડા ગામ તરફ જવાના માર્ગ ઉપર સલામપુરા ગામના પાટિયા પાસે  શનિવાર ની રાત્રી એ બે બાઇક સામસામે અથડાઇ હતી. આ બનેલા અકસ્માત  બન્ને બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી.  મંગલપુર ગામના હોળી ફળિયામાં રહેતા  ૨૦ વર્ષીય પ્રકાશભાઈ ભારતભાઈ ચાવડા ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બનાવ સ્થળ ખાતે  મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત ને  નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ   વધુ સારવાર અર્થે તમામ ને ગોધરા ખસેડાયા હતા. આ બનેલા અકસ્માત ની જાણ સ્થાનિક પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.  અકસ્માતમાં મોત ને ભેટલ યુવાન પ્રકાશ ના પરિવારજનો ના રોકકળ થી વાતાવરણ મા ગમગીની છવાઇ ગઇ હતી.

Related Posts