કોઈ પણ દેશમાં જીવનની ગુણવત્તાનો આધાર આરોગ્ય અને શિક્ષણ, એ બે મહત્ત્વના પરિબળો પર છે. તેમાં પણ શિક્ષણ અને તેના થકી ઉપલબ્ધ જ્ઞાન કોઈ પણ વિષયને ઊંડાઈથી સમજવા માટે તેમજ એને માનવજીવનને વધુ સલામત તેમજ ગુણવત્તાસભર બનાવવા માટે જ્ઞાન થકી ઉપલબ્ધ ક્ષમતા અને એ ક્ષમતા થકી ઉપલબ્ધ શક્તિ, પછી તે યુદ્ધ હોય કે શાંતિ બંને સમયે ઉપયોગમાં આવે છે. એવા કેટલાય વિદ્વાનો થઈ ગયા જેઓ દ્વારા સંશોધિત અથવા ઉપદેશિત જ્ઞાન આજે દુનિયાભરમાં અને તેમજ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેને ઉપયોગમાં લઈ માનવજીવન વધુ સુવિધાજનક આપણે બનાવી શક્ય છીએ. ભારતીય અર્થતંત્રમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આજે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આવનાર સમયમાં આ બંને ક્ષેત્રો દેશના વિકાસ અને જનતાનું જીવનસ્તર સુધારવા માટે મુખ્ય આધાર પૂરો પાડવાનું ચાલુ રાખશે.
શિક્ષણ લોકોની કુશળતા અને જ્ઞાનમાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ તેમ આ કારણસર અર્થતંત્રના વિકાસ અને જનતાનું જીવનસ્તર સુધારવા માટે મુખ્ય આધાર પૂરો પાડે છે. શિક્ષણ લોકોની કુશળતા અને જ્ઞાનમાં વધારો કરે છે, જે ઉપલબ્ધ શ્રમ, કૌશલ્ય અને સંસાધનોના ઉપયોગ થકી મહત્તમ મૂલ્યવૃદ્ધિવાળું ઉત્પાદન ઓછામાં ઓછા સમયમાં તૈયાર કરવામાં તેમજ ટ્રાન્સપોર્ટ થકી અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવામાં સહાયભૂત બને છે. આમ, શિક્ષણને કારણે લોકો વધુ સક્ષમ થાય છે, ઉત્પાદન ક્ષમતા વધે છે અને રોજગારી તેમજ આર્થિક વૃદ્ધિને પરિણામે માનવ સુખાકારીના સાધનોમાં વધારો થાય છે. આ બધું ભેગું થાય એટલે આરોગ્ય, રોજગારી અને અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વનો પાયો તૈયાર થાય. એક દેશ બીજા દેશ સાથે જ્ઞાનની તેમજ ઉત્પાદનની આપ-લે કરી શકે છે તે પણ સરવાળે આર્થિક વૃદ્ધિમાં મહામૂલો સહયોગ પૂરો પાડે છે.
વધારાની આવક અને સંસાધનોની વિપુલતા, સામાજિક સમાનતા તેમજ સમરસતા અને શાંતિમય સહઅસ્તિત્વમાં પણ સુધારો કરે છે. જેમ જેમ વધુ લોકો હેતુસહજ તેમજ માનવજીવનને સાનુકૂળ સવલતો ભોગવતા થાય, આમ થવાને કારણે પ્રોડક્ટ તેમજ સર્વિસીસ બંને ક્ષેત્રમાં ઉપયોગિતા તેમજ સંતુષ્ટિગુણમાં પણ વધારો થાય છે. આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ અન્ય પ્રકારની ખાનગી અથવા ટ્રસ્ટ કે સહકારી ધોરણે સ્થપાયેલ સંસ્થાઓ જ્ઞાનના વિસ્તરણમાં અથવા એક યા બીજી રીતે સંયોજન થકી નવી પેદાશ ઊભી કરવામાં કે ખેતી, પશુપાલન અથવા મધમાખી ઉછેરની માફક એક ક્ષેત્રમાંથી ટેક્નોલૉજી લઈ અન્ય ક્ષેત્રને અનુરૂપ ઉપયોગો શોધવા અને એ થકી એના ઉત્પાદનનો માનવહિતમાં વધુ સારો ઉપયોગ કરવો શક્ય બનાવે છે.
આમાં પાયાનો પથ્થર શિક્ષણ થકી જેનું સંવર્ધન થાય છે તે રીસર્ચ અને ડેવલોપમેન્ટ છે. દુનિયાની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આવા સંશોધનો અને વિકાસની ગતિ પણ વધતી જાય છે. હમણાં જ સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા છે જે મુજબ ચીન દ્વારા કલાકના ૬૦૦ કિ.મી.ની ઝડપે દોડી શકે તેવી બુલેટ ટ્રેનનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો છે. ચીન લગભગ એવા પ્રયોગમાં સફળતાને આરે આવી ઊભુ છે, જેમાં દુનિયાના કોઈ પણ બે દૂર દૂરના પોઇન્ટ વચ્ચેનું અંતર માત્ર એક કલાકમાં કાપી શકાય. તમે કલ્પી શકો કે રાત્રે વાળુ કરી ડેઝર્ટ ખાઈ ઘરેથી નીકળી બીજા કલાકે ન્યૂયોર્કમાં મીટિંગ વચ્ચે બેઠા હો અને મધરાત પૂરી થતા પહેલા તો સિનેમા કે નાટકનો શો જોઈ પાછા આવી જાવ તેમ ઘરે પાછા આવી કુટુંબ સાથે પ્રવાસના અનુભવની વાતો કરતા હો?
આજે નાનામાં નાની પ્રાથમિક શાળામાં પણ ભીંતસૂત્રો લખેલા જોવા મળે છે જે વિદ્યા એટલે કે જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે. ‘શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા જ્યાં વહે’અને ‘સ્વદેશે પૂજાયે રાજા, વિદ્વાન પૂજાતો સર્વત્ર.’આવનાર વિશ્વ કેવું હશે તે બાબતમાં એલવિન ટોફલર કહે છે: જ્ઞાન એ જ શક્તિ હશે (દરેક પ્રકારની) અને જેની પાસે સૌથી પહેલું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હશે તે આ દુનિયા પર રાજ કરશે. જ્ઞાન થકી ઉત્પાદિત સંશોધનો અને ટેક્નોલૉજી દરેક ક્ષેત્રમાં ઘૂસી જશે અને એ ક્ષેત્રની કાયાપલટ કરી નાખશે. એક કરતાં વધારે ટેક્નોલૉજી અને જ્ઞાનસૂત્ર ભેગા મળીને શક્તિના સ્રોતનું સર્જન ક૨શે.
કૉફીના કપ જેવડાં નાનાં સુપર કોમ્પ્યૂટર્સ પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ બનશે અને ગણતરીઓ ગણવાનું આખું વિશ્વ બદલાઈ જશે. અમર્યાદ માહિતી માણસ પોતાના શર્ટની બાંય પર અથવા ગજવાના ફ્લેપ પર કે પછી આંખની કીકી પર લઈને ફરતો હશે અને એ માહિતીમાંથી એને જોઈએ તે માત્ર આંખ મીંચીને ઉઘાડીએ તે પહેલાં પ્રાપ્ત બનશે. કૃત્રિમ અંગો ઉપલબ્ધ બનશે અને શરીરમાં મૂળ અંગની માફક જ જોડી શકાશે. હળવાશમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આવનાર સમયમાં એમેઝોન કે ફ્લીપકાર્ટ ઉપરથી લીવર, કિડની, હૃદય કે ફેફસાં મંગાવીને માનવ શરીરમાં મૂળ અંગની માફક જ ફીટ કરી શકાશે. અત્યારે આ આગાહી કદાચ વધુ પડતી લાગતી હોય પણ અવકાશવિજ્ઞાન તેમજ કોમ્પ્યૂટરની ઘણી બધી આગાહીઓ આજથી માત્ર પાંચ દાયકા પહેલા મુશ્કેલ નહીં પણ સાધ્ય કરવી અશક્ય લાગતી હતી, જે હવે શક્ય છે. સુનિતા વિલિયમ્સના કિસ્સામાં બન્યું તેમ અવકાશયાત્રામાં કોઈ વિઘ્ન આવે તો તેને પણ પહોંચી વળી શકાય તે જ્ઞાનનો ચમત્કાર છે અને એના પાયામાં શિક્ષણ રહેલું છે. કલ્પી શકો છો આ બધું? આ બધું કરવા માટે શિક્ષણનું સ્તર એકદમ અદ્યતન હોવું જોઈએ એટલું જ નહીં રીસર્ચ અને ડેવલોપમેન્ટ પણ વિશ્વકક્ષાનું હોવું જોઈએ.
અને છેલ્લે…
‘ગુજરાતમાં શિક્ષણનું સ્તર’બાબતે આપનું શું માનવું છે?
‘શિક્ષીત બેકાર’શબ્દો આંતરિક વિરોધાભાસી લાગે છે?
ડૉ.જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.