રશિયાની કોરોના વેક્સીનને 10 ઓગસ્ટ સુધીમાં મળી શકે છે મંજૂરી

મોસ્કો : વિશ્વભરમાં કોરોના વાયરસ (Corona Virus/ Covid-19) ના અત્યાર સુધીમાં 17,49,9767 કેસ નોંધાયા છે. 6.64 લાખ લોકોના મોત થયા છે. લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્ના (Moderna) ની કોવિડ-19 વેક્સીનની વાનરો ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે. આ વેક્સીને વાનરો (corona vaccine trials on monkeys) ના નાક અને ફેફસામાં સંક્રમણને રોકી દીધું છે. વેક્સીનના ઉપયોગ પછી નાક અને ફેફસામાં વાઈરસની કોપી બનવાનું બંધ થઈ ગયું છે. નાકમાં વાઈરસની કોપી ન બનવાથી વાઈરસનું ટ્રાન્સમિશન થતું નથી. જ્યારે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનું વાનરો ઉપર ટ્રાયલ થયું હતું ત્યારે આવા પરીણામ ન હતા આવ્યા. આવામાં મોર્ડના વેક્સીનને લઈને આશા વધી ગઈ છે.

રશિયાની કોરોના વેક્સીનને 10 ઓગસ્ટ સુધીમાં મળી શકે છે મંજૂરી

ભારત (India) માં એક દિવસમાં 55078 કોરોના કેસો (Corona Cases) સામે આવ્યા છે જેથી સમજી શકાય કે દેશમાં કોરોના કેવી રીતે કહેર મચાવી રહ્યો છે. એક દિવસમાં જ 55078 કેસો સામે આવ્યા છે જેમાં ગત 24 કલાકમાં 779 લોકોના કોરોના વાયરસનાં કારણે મોત (Corona Death) થયા છે અને આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ થયેલા મોતનો આંકડો 35747 વટાવી ચૂક્યો છે. આજનાં નવા આંકડા સાથે દેશમાં કોરોનાની કુલ સંખ્યા 16 લાખને વટાવી ચૂકી છે અને આવનાર માત્ર બે જ દિવસમાં દેશમાં કોરોનાનો આંકડો 17 લાખને પાર થશે. દેશમાં ગત 24 કલાકમાં કુલ 37,223 રિકવર થયા છે જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 16 લાખ 38 હજાર 870 દર્દીઓ (Corona Patients) માંથી કુલ 10,57,805 દર્દીઓ રિકવર ( Corona Patients recover) થયા છે. દેશમાં હાલ 5,45,318 એક્ટિવ કેસો છે.

રશિયાની કોરોના વેક્સીનને 10 ઓગસ્ટ સુધીમાં મળી શકે છે મંજૂરી

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે અને વિશ્વમાં મોટાભાગના દેશો કોરોનાવાયરસની રસી શોધવા માટે જોતરાયા છે.ઈટલીમાં લોકડાઉનનો સમય 15 ઓક્ટોબર સુધી લંબાવાયું છે. ઈટલીના પ્રધાનમંત્રીએ સંસદમાં પ્રતિબંધો લંબાવવાનું સૂચન કર્યું હતું. જેને ચર્ચા પછી મંજૂરી મળી ગઈ છે.

રશિયાની કોરોના વેક્સીનને 10 ઓગસ્ટ સુધીમાં મળી શકે છે મંજૂરી

ત્યારે રશિયા (Russia) એ આજે જાહેરાત કરી હતી કે તેમના દ્વારા વિકસાવાયેલી રસી 10 ઓગસ્ટ સુધીમાં મંજૂર કરી દેવાની યોજના બનાવવામાં આવી છે.વેક્સીનને મંજૂરી મળે તે પછી ત્રણ-ચાર દિવસ પછી તેને બજારમાં ઉતારી શકાશે. સૂત્રોએ કહ્યું હતું કે નોંધણીના દસ્તાવેજ 10-12 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઇ જવા જોઇએ. તે પછી બજારમાં તેને 15-16 ઓગસ્ટ સુધીમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. અલગઅલગ મિડીયા દ્વારા કહેવાયું હતું કે રશિયા 10 ઓગસ્ટ સુધીમાં વેક્સીનને મંજૂરી આપવાની યોજના બનાવી રહ્યું છે. જેને મોસ્કો સ્થિત ગામાલોયા રોગચાળા સંસ્થાન કેન્દ્રએ બનાવી છે.

રશિયાની કોરોના વેક્સીનને 10 ઓગસ્ટ સુધીમાં મળી શકે છે મંજૂરી

રશિયાએ જોકે હજુ સુધી વેકસીનના ટ્રાયલનો કોઇ ડેટા બહાર પાડ્યો નથી તેથી તેના પ્રભાવ બાબતે ટીપ્પણી થઇ શકે તેમ નથી. ટીકાકારો તો ત્યાં સુધી કહે છે કે વેક્સીન ઝડપથી બહાર પાડવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે અને વેક્સીનના અધુરા હ્મુમન ટ્રાયલ અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે.

Related Posts