મોરબીના સિરામિક ઉદ્યોગોએ ચીનને હંફાવી વર્લ્ડ સિરામિક માર્કેટમાં કબજો મેળવ્યો છે : રૂપાણી

મોરબીના સિરામિક ઉદ્યોગોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અને લો-કોસ્ટ ઉત્પાદન માટે આવશ્યક સહયોગ આપવાની રાજ્ય સરકારની નેમ પણ છે. રાજ્ય સરકારે તાજેતરમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે CNG ગેસના ભાવમાં ૪ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિરામિક ઉદ્યોગની અગ્રગણ્ય ગ્રુપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું.

રૂપાણીએ કહ્યું હતું કે, આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. ગૂગલને કારણે દુનિયા પણ નાની બનતી જાય છે. ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પિટિશન કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે. સિરામિક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખુમારીથી સ્વબળે નવી ટેક્નિક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગે ચાઇનાને હંફાવીને વર્લ્ડ સિરામિક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે, કબજો મેળવ્યો છે.

Related Posts