પતંજલીએ ખરીદેલી રૂચી સોયા શેર બજારમાં ટોચ પર

બાબા રામદેવ (Baba Ramdev) ની કંપની પતંજલી (Patanjali)એ ગત વર્ષે દેવાળું ફુંકી ચુકેલી રૂચી સોયા (Ruchi Soya) ને ખરીદી હતી અને આ કંપનીના શેરે (Sahres) કમાલ કરી દીધી છે. ગત વર્ષે રૂચિ સોયાના માર્કેટ કેપિટલાઇઝેશન (Capitalization)ના હિસાબે શેરબજાર (Share Market) માં ટોપ 60 કંપનીઓમાં સમાવેશ થાય છે. આ કંપનીના શેરનો ભાવ છેલ્લા 103 દિવસમાં 8813 ટકા ઉછળ્‍યો છે અને રૂ. 1500ની આસપાસ બોલાય છે.

પતંજલીએ ખરીદેલી રૂચી સોયા શેર બજારમાં ટોચ પર

જોકે, આ કંપનીમાં રીટેઇલ ઇન્‍વેસ્‍ટર (Retail Investor) પાસે એક ટકાથી ઓછો હિસ્‍સો છે. જ્‍યારે બાકીનો હિસ્‍સો પ્રમોટર્સ પાસે છે. ૨૭મી જાન્‍યુઆરીએ રૂચિ સોયા બીજી વાર શેરબજારમાં લિસ્‍ટ થયો હતો. જાન્‍યુઆરીથી અત્‍યાર સુધીમાં 88.18 ટકા સુધી વધ્‍યો છે અને આ 103 સેસન્‍સમાંમાર્કેટ વેલ્‍યુ રૂ. 500 કરોડથી વધીને રૂ. 44,600 કરોડ થઇ ગઇ છે.

Ruchi Soya shares on a dream run - The Hindu BusinessLine

માર્ચ કવાર્ટરના પરિણામ બાદ રૂચિ સોયાના શેરમાં પાંચ ટકાનો ઘટાડો આવ્‍યો હતો, જે શેર રૂ. 1431.95 ઉપર ભાવ બોલાય છે. માર્કેટ કેપ (Market Cap) ની સરખામણીએ રૂચિ સોયા હવે લ્‍યુપીન (Lupin Limited), ટોરેન્‍ટ ફાર્મા (Torrent Pharmaceuticals) ,તાતા સ્‍ટીલ (Tata Steels), અંબુજા સીમેન્‍ટ (Ambuja Cement), એચપીસીએલ (HPCL), ગ્રાસીમ (Grasim Industries), પીએનબી (PNB), હિન્‍દાલ્‍કો (Hindalco Industries), યુપીએલ (UPL), કોલગેટ (Colgate) અને હેવલ્‍સ ઇન્‍ડિયા (Havells India) થી પણ મોટી કંપની બની ચૂકી છે.

પતંજલીએ ખરીદેલી રૂચી સોયા શેર બજારમાં ટોચ પર

જોકે, રૂચિ સોયામાં આવેલા ઉછાળાથી નિષ્‍ણાંતો ખુશ નથી, તેઓનું માનવું છે કે, સેબી કયાીરે કંપનીને પુછશે કે તેઓ ૨૫ ટકા મીનીમમ પબ્‍લીક હોલ્‍ડીંગ (Public Holding)ની શરત પુરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્‍બર, 2019માં રૂચિ સોયા ડીલીસ્‍ટ (D List) થયો હતો કે ત્‍યારે શેરની કિંમત રૂ. 3.32ની હતી. 31મી માર્ચ, 2020 સુધી કંપનીમાં પ્રમોટર્સની હિસ્‍સેદારી 99.03 ટકા છે. જ્‍યારે રીટેઇલ ઇન્‍વેસ્‍ટરનો હિસ્‍સો એક ટકાથી ઓછો છે. જેથી આવી કંપનીઓમાં રોકાણ કરવું હિતાવહ નથી.

Related Posts