મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ર૪૪ કરોડ રૂપિયા ફાળવાયા

ગાંધીનગર: મુખ્યમંત્રી રાહતનિધી (CM Relief Fund) માં કોરોના સામેનો જંગ (The battle against Corona) લડવા પ્રાપ્ત થયેલા આ દાન ભંડોળમાંથી વિજય રૂપાણી (Vijay Rupani) એ અત્યાર સુધીમાં રૂ.૨૪૪ કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તાર (Rural area) માં જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ (Treatment facilities) સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓ અને આરોગ્ય વિભાગ (Health) Department ને ફાળવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ને રૂ. ૫૦ કરોડ, સુરત મહાનગરપાલિકા (SMC) ને રૂ. ૧૫ કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૦-૧૦ કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૫-૫ કરોડ એમ કુલ ૧૦૦ કરોડ કોરોનાના સંક્રમણ (Corona transition) નિયંત્રણ-સારવાર માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે.


સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે રૂ. ૧૧.૪૬ કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. ૪ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. સસુરત શહેર અને જિલ્લામાં પણ ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા ૬૫૩ ટોસીલીઝુમેબ ઇન્જેક્શન (Tocilizumab injection) , ૧૩૩૫ રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir injection) તેમજ ૭૬૦૦ જેટલી સ્ટ્રીપ ફેવિપિરાવિર ટેબલેટની ફાળવવામાં આવી છે.

Related Posts