Fashion

રોયલ અને એલિગન્ટ લુક આપતાં ખાદી આઉટફિટ્‌સ

ખાદી ભારતની આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલી છે. ખાદીએ માત્ર ભારત જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે. ખાદી પોતે જ એક ફેશન બ્રાન્ડ મનાય છે. ગરમીમાં ખાદીનાં આઉટફિટ્‌સ પહેરવાથી શરીરને ઠંડક તો મળે જ છે પરંતુ એ સ્ટાઇલિશ અને રોયલ લુક પણ આપે છે.

ખાદી દરેક મોસમ માટે અનુકૂળ છે. એ તેના કલર્સ, ડિઝાઇન્સ અને કમ્ફર્ટ માટે જાણીતી છે. નેચરલ અને ઓર્ગેનિક ફેબ્રિક ખાદી ગરમી માટે બહેતરીન ચોઇસ છે. એ હાથેથી વણેલું કાપડ હોય છે. એ સ્કિન ફ્રેન્ડલી પણ છે એટલે મોંઘું હોવા છતાં લોકો એના પ્રત્યે આકર્ષાય છે. ખાદી શિફોન, જયોર્જેટ કે અન્ય ફેબ્રિકસ સાથે મિકસ એન્ડ મેચ કરી પહેરી શકાય છે. બ્લોક પ્રિન્ટિંગ, માર્બલ પ્રિન્ટ, જરદોશી અને ફૂલકારીવાળા ખાદી આઉટફિટ્‌સ ટ્રેન્ડમાં છે. ઇન્ડિયન ફેશનજગતનો સરતાજ કહેવાતી ખાદીની ડિફરન્ટ સ્ટાઇલના આઉટફિટ્‌સથી તમે તમારા ફોર્મલ અને કેઝયુઅલ ડ્રેસઅપને પરફેકટ બનાવી શકો છો.

સાડી
તમને ટ્રેડિશનલ આઉટફિટ્‌સ પહેરવાનું ગમતું હોય તો તમે ઓફિસ કે ઘરના કોઇ ખાસ ફંકશનમાં ખાદીની કલરફુલ સાડી પહેરી શકો છો. રેગ્યુલર વેર માટે પ્લેન સાડી ખરીદી શકાય. બે શેડ્‌સની સાડી પણ સારી લાગે છે. ખાસ અવસરે ગોલ્ડન બોર્ડરવાળી જરદોશી એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરો. પ્રિન્ટસમાં બ્લોક પ્રિન્ટ ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ લુક માટે સાડી સાથે શર્ટ બ્લાઉઝ ટ્રાય કરો.

શ્રગ / જેકેટ
ખાદી જેકેટ તમે મોટા ભાગે નેતાઓને પહેરેલા જોયા હશે પરંતુ ખાદીના કલરફુલ અને સ્ટોનવર્કવાળા જેકેટ કુરતી કે શર્ટ સાથે પણ પહેરી શકાય છે. જે પહેરી તમે ફોર્મલ લુક સાથે પાર્ટી લુક પણ અપનાવી શકો છો.
આજકાલ દરેક સિઝનમાં લેયરિંગ હોટ ટ્રેન્ડ બની ગયો છે. કોઇ અન્ય ફેબ્રિકના આઉટફિટ સાથે ખાદીનું જેકેટ કે શ્રગ પહેરીને એલિગન્ટ લુક મેળવી શકાય છે.

કુરતા
પ્યોર દેશી લુક જોઇતો હોય તો ખાદીના કુરતા યોગ્ય ચોઇસ છે. એમાં ઘણા વિકલ્પ છે. ખાદી સલવારસૂટ, અનારકલી, હાઇ-લો કુરતી કે સ્ટ્રેટ કુરતી ટ્રેન્ડમાં છે. એને લેગિંગ્સ, પેન્ટ, પતિયાલા, સલવાર સાથે મેચ કરી શકાય છે.
સ્કર્ટ/લહેંગા
ખાદીના સ્કર્ટ કે લહેંગા પણ પહેરી શકાય. હવે તો ડિઝાઇનર્સ ખાદીના બ્રાઇડલ લહેંગા પણ બનાવે છે. લાઇટ વેટ ખાદી લહેંગા સમર વેડિંગ માટે સારી ચોઇસ બની શકે છે.

ટોપ
નોર્મલ જીન્સ સાથે ખાદી ટોપ અથવા ક્રોપ ટોપ પહેરો. ક્રોપ ટોપ એથનિક સ્કર્ટ, રેપ સ્કર્ટ ઉપરાંત લુઝ પેન્ટ સાથે પણ પહેરી શકાય.
બેગ્સ
ખાદીની હેન્ડબેગ્સ પણ ટ્રેન્ડમાં છે. જે લાઇટ વેટ હોવા સાથે ઘણી મોટી પણ હોય છે. કોલેજ ગોઇંગ યંગસ્ટર્સ માટે સારો વિકલ્પ છે.
શોર્ટસ/સ્પેગેટી
સ્ટાઇલિશ લુક માટે પલાઝો કે લુઝ પેન્ટ સાથે ખાદી સ્પેગેટી અને હોટ લુક માટે ખાદી શોર્ટ સારો વિકલ્પ છે. એને ટ્રેન્ડી ટી શર્ટ સાથે પહેરો. ગરમીમાં શોર્ટસ કમ્ફર્ટેબલ પણ છે.

ડેનિમ / ટ્રાઉઝર
ગરમીથી બચવા જીન્સને બદલે ખાદી ડેનિમ પહેરી શકાય એની સાથે ઓફ શોલ્ડર ટોપ, ટી શર્ટ, શોર્ટ કુરતી કેરી કરી શકાય. ફોર્મલ લુક માટે ઓફિસમાં ખાદીના ટ્રાઉઝર પહેરી શકાય.
સ્કાર્ફ-દુપટ્ટા
વેસ્ટર્ન વેર સાથે ખાદીનો સ્કાર્ફ યુનિટ ચોઇસ બની શકે એ જ રીતે કુરતી, પતિયાલા, સલવારસૂટ જેવા એથનિક અને ઇન્ડિયન વેર પર ખાદી દુપટ્ટા રેગ્યુલરથી અલગ લુક આપે છે. સિંપલ સૂટ પર ખાદીનો એમ્બ્રોઇડરીવાળો દુપટ્ટો સારો લાગે છે.

એકસેસરીઝ
એક સમયે ખાદી સફેદ કે મર્યાદિત રંગો માટે પસંદ કરવામાં આવતી હતી પરંતુ આજે તેમાં વાઇબ્રન્ટ શેડ્‌સ અને કલાસી કલર્સ પણ મળે છે. પ્રિન્ટેડ ખાદીની ડિમાન્ડ પણ વધી છે.
ફૂટવેર
લુકને કમ્પલીટ કરવા ખાદી ફૂટવેર પહેરી શકાય છે. ખાદી ફલેટસ, વેજીસ, મોજડીથી માંડી શૂઝ પણ મળે છે. એ ગરમીમાં આરામદાયક હોય છે. આઉટફિટસ અને કમ્ફર્ટ પ્રમાણે એ પહેરી શકાય.
જવેલરી
યંગસ્ટર્સ ખાદી આઉટફિટસ સાથે ચંકી નેકપીસ અને બ્રેસલેટ પહેરી શકે. ગરમીમાં પોપ કલર્સની એકસેસરીઝથી હોટ લુક મળશે. લુકને કમ્પલીટ કરવા કોલ્હાપુરી ચંપલ પહેરો.

Most Popular

To Top