કોરોનાથી નર્સિંગ સ્ટાફને બચાવવા સુરતમાં રોબોટિક નર્સનો ઉપયોગ કરાશે

સુરત (Surat): સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 229 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 184 જયારે ગ્રામીણ વિસ્તારમાં 45 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 15131 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મૃત્યુ આંક 658 પર પહોંચ્યો છે, તેવામાં આજે 430 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 229 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 184 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 12162 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 45 કેસ સાથે દર્દી સંખ્યા 2969 પર પહોંચી છે.

કોરોનાથી નર્સિંગ સ્ટાફને બચાવવા સુરતમાં રોબોટિક નર્સનો ઉપયોગ કરાશે

શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. સિવિલ હોસ્પિટલ હોય કે પછી સ્મીમેર હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ વધુ ઝપેટમાં આવ્યો છે ત્યારે હજીરાની એલ એન્ડ ટી કંપની દ્વારા રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવી છે (Hazira L&T Company has made robotic nurse) . જેના કારણે આગામી દિવસોમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મનુષ્ય નર્સ નહી પરંતુ રોબોટિક નર્સ કામ કરતી જોવા મળશે.

Thailand's creepy robot nurses. Straight out of 1950's sci-fi ...

કોરોનાની સ્થિતિને નાથવા માટે શહેરના આરોગ્ય તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ વધારે હશે તો દર્દીની યોગ્ય રીતે સારવાર કરી શકાશે તેવા ધ્યેય સાથે હવે રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવ્યા છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોબોટીસ નર્સનું ડેમોન્સ્ટ્રેશન કરાશે. આ રોબોટિક નર્સ રીમોટ કંટ્રોલના આધારે દર્દીને દવા આપવાથી માંડીને સામાન્ય કામ કરવા માટે મદદરૂપ બનશે. જેના કારણે નર્સિંગ સ્ટાફ અને દર્દીઓને સારવાર કરવા તેમજ તેઓને ઇન્જેકશન કે બોટલ ચઢાવવા સહિતની મહત્વની કામગીરી કરવામાં ધ્યાન આપી શકશે.

Tommy the robot nurse helps keep Italy doctors safe from ...

આજે એલ એન્ડ ટી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી રોબોટિક નર્સ તૈયાર કરી બપોરે 3 વાગ્યે રોબોટિક નર્સનો ડેમો યોજવામાં આવ્યો છે. શહેરના મેયર, મ્યુ.કમિશનર, એલ એન્ડ ટી ના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારના વિશેષ ફરજના ભાગરૂપે સુરત આવેલા અધિકારીની હાજરીમાં નર્સ રોબોટનો ડેમો પણ બતાવવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં કાર્યરત થનાર રોબોટિક નર્સને લીધે કોરોના વોર્ડના દર્દીઓના સીધા સંપર્કમાં આવવાથી મેડિકલ સ્ટાફ બચી શકશે.રોબોટિક નર્સ દર્દીને જમવાનું અને દવાઓ પણ આપવા બેડ સુધી જશે આટલું જ નહીં પણ રોબોટિક નર્સ દર્દીના ટેમ્પરેચરનું પણ સ્ક્રીનીંગ કરશે.

Related Posts