રિલાયન્સ જીઓ 40 લાખ યુઝર્સનો આંકડો પાર કરનાર દેશની પ્રથમ કંપની બની

નવી દિલ્હી : રિલાયન્સ જીઓ (Reliance Jio) ને ફરી વાર સેલિબ્રેશન કરવા માટેની તક મળી છે કારણ કે કંપની પોતાના ધ્યેય તરફ સતત આગળ વધી રહી છે. રિલાયન્સ જીઓ દેશમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો (The number of customers) પાર કરનારી દેશની પ્રથમ ટેલિકોમ કંપની (Telecom company) બની ગઈ છે અને આ કંપની માટે એક મહત્વની અને મોટી સિદ્ધી છે. Telecom regulator Authority of India – TRAIની સોમવારે બહાર પાડેલી એક રિપોર્ટ અનુસાર કંપની જૂલાઈમાં શુદ્ધ રૂપથી 35 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. રિપોર્ટ મુજબ દેશમાં કુલ ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા જૂલાઈમાં થોડી વધીને 116.4 કરોડ થઈ ગઈ છે જે જૂલાઈમાં 116 કરોડ હતી. જીઓ પોતાના કસ્ટમરને જેવી રીતે સર્વિસ આપી રહી છે તેને જોતા કંપનીનાં ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

રિલાયન્સ જીઓ 40 લાખ યુઝર્સનો આંકડો પાર કરનાર દેશની પ્રથમ કંપની બની

રિલાયન્સ જીઓએ 40 કરોડ યુઝર્સ (400 million users of Reliance Jio) નાં આંકડાને પાર કરીને રેકોર્ડ બનાવ્યો છે. તથા કંપનીનાં એક્ટિવ યુઝર્સ (Active users)માં 8.5 કરોડની કમી નોંધાઈ છે. ટ્રાઇના રિપોર્ટ અનુસાર જુલાઈમાં રિલાયન્સ જિઓના કુલ ગ્રાહકોની સંખ્યા 40.8 કરોડ હતી. એરટેલના સબ્સ્ક્રાઇબર્સ (Airtel subscribers) વિશે વાત કરીએ તો જુલાઈમાં તેમાં 32.6 લાખ ગ્રાહકોનો ઉમેરો થયો. આ પછી, એરટેલના કુલ વપરાશકારોની સંખ્યા 31.99 કરોડ હતી. બીએસએનએલે જુલાઈ મહિનામાં 3.88 લાખ નવા વપરાશકર્તાઓને ઉમેર્યા છે.

રિલાયન્સ જીઓ 40 લાખ યુઝર્સનો આંકડો પાર કરનાર દેશની પ્રથમ કંપની બની

ટ્રાઇ (Telecom Regulatory Authority of India, TRAI)ના અહેવાલમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે જુલાઈ મહિનામાં બ્રોડબેન્ડ કનેક્શન્સમાં 1 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બ્રોડબેન્ડ કનેક્શન્સ (Broadband connections) 1.03 ટકા વધીને 70.54 કરોડ પર પહોંચી ગયો છે. જ્યારે જૂનમાં આ સંખ્યા 69.83 કરોડ હતી. ટેલિકોમ કંપનીઓના ડેટા જોઈએ તો જુલાઈમાં રિલાયન્સ જિઓના બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 40.19 કરોડ હતી. જ્યારે એરટેલમાં આ સંખ્યા 15.57 કરોડ હતી. તે જ સમયે, વોડાફોન આઈડિયાના બ્રોડબેન્ડ વપરાશકારોની સંખ્યા 11.52 કરોડ હતી અને બીએસએનએલ વપરાશકર્તાઓની સંખ્યા 2.3 કરોડ હતી. રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે તથા સસ્તા ભાવમાં સારી વસ્તુઓ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે છે. જણાવી દઈએ કે ભારતમાં ઇન્ટરનેટનું ચલન હતુ પરંતુ 4જી ઇન્ટરનેટ સેવાનો શ્રેય રિલાયન્સ જીઓને જ જાય છે જેણે ભારતમાં આ નવી 4જી સેવા યુઝર્સને મફત આપી હતી અને યુઝર્સને પોતાના તરફ આકર્ષ્યા હતાં.

Related Posts