રિલાયન્સ જીઓએ કર્યું ‘મેડ ઇન ઇન્ડિયા’ વેબ બ્રાઉઝર લોન્ચ, જાણો બ્રાઉઝરનું નામ

નવી દિલ્હી : રિલાયન્સ જીઓ (Reliance Jio) એ સ્માર્ટફોન, 4જી નેટ અને હવે જીઓ પેજ નામનું વેબ બ્રાઉઝર લોન્ચ (Web browser launch) કર્યુ છે. જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી મળીને કુલ આઠ ભાષાઓમાં છે તથા તે ભાષાને સપોર્ટ કરે છે અને તેમાં રિલાયન્સ જીઓ દ્વારા આકર્ષક ફીચર્સથી ભરપુર (Full of amazing features) છે જે ખાસ કરીને મોબાઈલ માટે બનાવવામાં આવેલું વેબબ્રાઉઝર છે. આ JioPages માં યુઝર્સને ઘણા બધા ફીચર્સ મળશે જેમાં જીઓનું આ વેબ બ્રાઉઝર ગુગલ પ્લેથી ડાઉનલોડ (Download from Google Play) કરી શકાય છે. રિલાયન્સ જીઓએ પોતાના નામ જીઓથી આ પેજને જીઓ પેજ કરીને નામ આપ્યુ છે. જેમાં યુઝર્સ (Users) માટે ઘણા બધા જૂદા જૂદા ફીચર્સ આપવામાં આવ્યા છે.

રિલાયન્સ જીઓએ કર્યું 'મેડ ઇન ઇન્ડિયા' વેબ બ્રાઉઝર લોન્ચ, જાણો બ્રાઉઝરનું નામ

જીઓ પેજીસનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં પર્સનલાઈઝ્ડ હોમ સ્ક્રીન (Personalized home screen) છે જેમાં તમે ગુગલ, યાહુ, બિન્ગ, એમએસએન તથા ડક ડક ગો જેવા સર્ચ એન્જિનને સેટિંગમાં જઈને ડિફોલ્ટ સર્ચ એન્જિન (Default search engine) બનાવી શકો છે. હોમસ્ક્રીન પર તમે ફેવરેટ વેબસાઈટને પણ જોઈ શકો છે. આ વેબ બ્રાઉઝરમાં પર્સનલાઈઝ્ડ થીમ ઓપ્શન પણ છે, જેનાં મદદથી તમે કલરફુલ બેગ્રાઉન્ડ થીમ (Colorful background theme) લગાવી શકો છે અને તેમાં ડાર્ક મોડમાં પણ બદલી શકો છો.

રિલાયન્સ જીઓએ કર્યું 'મેડ ઇન ઇન્ડિયા' વેબ બ્રાઉઝર લોન્ચ, જાણો બ્રાઉઝરનું નામ

રિલાયન્સ જીઓ (Reliance Jio) ને પોતાના યુઝર્સ માટે કંઈક અલગ કરતુ જ રહે છે અને તે સાથે કંપની પોતાના ધ્યેય તરફ સતત આગળ વધી રહી છે. અગાઉ જ રિલાયન્સ જીઓ દેશમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો (The number of customers) પાર કરનારી દેશની પ્રથમ ટેલિકોમ કંપની (Telecom company) બની ગઈ છે અને આ કંપની માટે એક મહત્વની અને મોટી સિદ્ધી છે. Telecom regulator Authority of India – TRAIની ગત અઠવાડિયે બહાર પાડેલી એક રિપોર્ટ અનુસાર કંપની જૂલાઈમાં શુદ્ધ રૂપથી 35 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. રિપોર્ટ મુજબ દેશમાં કુલ ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા જૂલાઈમાં થોડી વધીને 116.4 કરોડ થઈ ગઈ છે જે જૂલાઈમાં 116 કરોડ હતી.

રિલાયન્સ જીઓએ કર્યું 'મેડ ઇન ઇન્ડિયા' વેબ બ્રાઉઝર લોન્ચ, જાણો બ્રાઉઝરનું નામ

જીઓ પોતાના કસ્ટમરને જેવી રીતે સર્વિસ આપી રહી છે તેને જોતા કંપનીનાં ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રિલાયન્સ જીઓએ 40 કરોડ યુઝર્સ (400 million users of Reliance Jio) નાં આંકડાને પાર કરીને રેકોર્ડ બનાવ્યો છે. ટ્રાઇના રિપોર્ટ અનુસાર જુલાઈમાં રિલાયન્સ જિઓના કુલ ગ્રાહકોની સંખ્યા 40.8 કરોડ હતી. એરટેલના સબ્સ્ક્રાઇબર્સ (Airtel subscribers) વિશે વાત કરીએ તો જુલાઈમાં તેમાં 32.6 લાખ ગ્રાહકોનો ઉમેરો થયો. આ પછી, એરટેલના કુલ વપરાશકારોની સંખ્યા 31.99 કરોડ હતી. બીએસએનએલે જુલાઈ મહિનામાં 3.88 લાખ નવા વપરાશકર્તાઓને ઉમેર્યા છે.

Related Posts