રિલાયન્સે કર્યો રેકોર્ડ : 200 અબજ ડોલરનું માર્કેટ કેપ મેળવનારી ભારતની પ્રથમ કંપની બની

મુંબઇ: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે 200 અબજ ડોલર અર્થાત રૂ. 14,69,000 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરવાની સાથે ભારતની પહેલી કંપની બની હતી. ગુરૂવારે શેરબજારમાં કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને 7 ટકાના ઉછાળા સાથે રૂ. 2,314.65ની સપાટીએ તે બંધ થયો હતો. દિવસ દરમિયાન કંપનીનો શેર 8.45 ટકા સુધી ઉપર ગયો હતો અને માર્કેટ કેપિટલાઇઝેશન પણ 15,84,908 કરોડ રૂપિયાના લેવલે પહોંચ્યું હતુ.

Is Reliance Industries stock in less than Rs 2,100 good investment?

કંપનીના શેરનું મુલ્ય પણ મુંબઇ શેરબજારમાં રૂ. 2,343ના લેવલે પહોંચી ગયું હતું. એનએસઇમાં પણ રિલાયન્સનો શેર 7.29 ટકાનો ઐતિહાસિક ઉછાળો નોંધાવીને 2,319 રૂપિયાના લેવલે પહોંચી ગયો હતો. આ પહેલા બુધવારે પણ કંપનીના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી હતી.

Reliance Industries shares gain over 2% on Silver Lake-Reliance Retail deal

દિવસનું કામકાજ પૂર્ણ થવા સુધીમાં રિલાયન્સની કુલ માર્કેટ કેપ 14,67,350.26 કરોડ રૂપિયા હતું. આ પહેલા દિવસ દરમિયાનના કામકાજમાં રિલાયન્સની માર્કેટ કેપમાં રૂ. 97,246.46 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. અને તે 13,70,103ના લેવલેથી ઝડપથી આગળ વધીને 4,67,350 પર પહોંચી ગયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રિલાયન્સ રિટેલમાં એમેઝોન ભાગીદારી ખરીદવાના અહેવાલોને પગલે આ તેજી જોવા મળી હતી.

Related Posts