આખા દેશમાં આ એક સાથે લેવાતી પરીક્ષા આ વર્ષની નીટ ઘણા વિદ્યાર્થીઓ માટે યમરાજ સાબિત થઈ છે.આ કાર્ય પદ્ધતિ ઊભી કરવાની બાંહેધરી સરકારે સ્વીકારવી જોઈએ. કારણ કે કેન્દ્ર સરકાર પરીક્ષાની નિર્ણય શક્તિ ગોઠવે છે. માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી તે માટે આંદોલન કે ધરણા થયા છે. આ પરિસ્થિતિ ઉભી કરવાની મુખ્ય જવાબદારી નાગરિકોને ગણવા કે વિરોધપક્ષને ગણવા તે મૂર્ખતા ભર્યું કાર્ય છે. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલા નેતાઓની કર્મ શ્રેણીથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી ઘટનાનો વિરોધ કે ધરણા થાય તો સત્તા પક્ષના નેતાઓ તેવું કરનારને રાજકારણ અને વિરોધપક્ષના નેતાઓને રોટલા શેકવાનું કામ કરે છે.
આવું બોલતા પહેલા પોતાના તંત્રની નિષ્ફળ હાલતનાં કારણે આ ઘટના ઊભી થઈ તે સમજવું પડશે. નીટ પરીક્ષા પહેલા ટેલિગ્રામ પ્રતિબંધ મુકવા પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો અને કહ્યું 15 કરોડ ટેલિગ્રામ યુઝર્સનો હક તમે કઈ રીતે છીનવી શકો છો. જે વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા માટે માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી તે સર્વને હલકાઇમાં ગણવું કે શું સમજવું. આ સરળ રીતે ભ્રષ્ટાચારનો ભોગ સમજવું તેજ યથા યોગ્ય છે. અહીં કાચીડાના રૂપમાં બેઠેલા નેતાઓ કેવી રીતે સમજી કે માની શકે આ ભૂલ તંત્રની છે.
સુરત – હરીશકુમાર ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.