Business

રિક્ષાવાળા, ફેરિયા અને નાના વેપારીઓને કોરોનાની બીજી લહેરમાં ધિરાણ આપવા RBIનો આદેશ

સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર (CORONA SECOND WAVE)માં સૌથી વધુ અસર નાના વ્પાપારીને થઇ છે જુદા-જુદા રાજ્યોમાં લોકડાઉન (LOCK DOWN) અને મિનિ લોકડાઉનના અંકુશો વચ્ચે વેપાર ઠપ થયો છે. ત્યારે કેન્દ્ર સરકારે આવા વ્યવસાયિયોને બેઠા કરવા રિઝર્વ બેંકને સૂચના આપી હતી. તેને પગલે આરબીઆઇ (RBI) દ્વારા માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યુટ દ્વારા શાકભાજી, રિક્ષાવાળા અને રેકડીવાળા વિગેરે નાના વેપારીઓને નાની લોન (MINI LOAN) આપવા માટે તેને પ્રાયોરિટી સેકટર લેન્ડિંગમાં મુકવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે આરબીઆઇએ તે અંગે સ્મોલ ફાયનાન્સ બેંકે માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યુટને નવું ધિરાણ આપવા માટે તા. 31 માર્ચ 2022 સુધી પરવાનગી આપવામાં આવી છે.

એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે લિકવીડિટી વધારવા આરબીઆઇની શિડયુલ કોમર્શિયલ બેંક કેશ રિઝર્વ રેશિયો ગણવાની પદ્ધતિમાં એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગને આપેલ રૂપિયા 25 લાખ સુધીની લોન નેટ ડિમાન્ડ એન્ડ ટાઇમ લાયબિલિટીઝમાંથી બાદ કરવાની પરવાનગી આપી છે અને આ પરવાનગી તા. 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગ – ધંધાને પડી રહેલી નાણાંકીય મુશ્કેલીઓને કારણે ચેમ્બર દ્વારા ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસને એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રમાં કામકાજ કરતા એકમો માટે છ મહિનાનો મોરેટોરિયમ મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી.

આરબીઆઇ ગવર્નર દ્વારા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે આવતા એકમો તથા વ્યકિતગત લોનધારક કે જેઓનું લોન એકાઉન્ટ તા. 31 માર્ચ 2022 સુધી સ્ટાન્ડર્ડ એકાઉન્ટ હોઇ અને તેઓને લોન રિસ્ટ્રકચર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. જેમાં બે વર્ષ સુધીનું મોરેટોરિયમ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇ પણ એમ.એસ.એમ.ઇ. એકમ કે જેની આઉટ સ્ટેન્ડિંગ લોન તા. 31 માર્ચ 2021 ના રોજ રૂપિયા 25 કરોડથી ઓછી હોય તેઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા પર્સનલ લોન તથા બિઝનેસ લોન એમ બંને કેસોમાં મળી રહેશે.

જે કોઇ પણ નાના ઉદ્યોગકારો તથા વ્યકિતગત લોનધારક દ્વારા રિઝયુલેશન ફ્રેમવર્ક 1 નો લાભ લીધો હોય અને મોરેટોરિયમ બે વર્ષથી ઓછું લીધું હોય તેઓને પણ આરબીઆઇની આજની જાહેરાત બાદ મોરેટોરિયમનો સમયગાળો બે વર્ષ સુધીનો કરવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે સાથે રિઝોલ્યુશન ફ્રેમવર્ક 1નો લાભ લેનાર નાના ઉદ્યોગકારોને વધારાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત હોય તેને પણ વધારાની લિમિટ આપવાની પરવાનગી બેંકોને આપવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top