દેશમાં રાફેલનાં આગમનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, જાણો શું કહ્યુ પાકિસ્તાને..

દિલ્હી : ભારત જે રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યુ છે તેને આજે દુનિયા જોઈ રહી છે એવામાં ભારતે ચીનને ચેતાવણી તો પાકિસ્તાન સામે પડકાર છે. ભારતે આ અઠવાડિયામાં જ એન્ટિ ટેન્ક ગાઇડ મિસાઇલ ‘ધ્રુવસ્ત્ર’ (Dhruvastra)નું ઓડિશાનાં વચગાળાની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (Integrated test range) (RTR) ખાતે સફળ પરીક્ષણો (Successful tests) કર્યા હતા અને થોડાક જ દિવસોમાં ભારતમાં રાફેલનાં ઉડાન (Raphael’s flight) થી ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય (Ministry of External Affairs of Pakistan) દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ભારત પોતાની રક્ષા માટે જરૂરિયાત કરતા વધુ હથિયારો એકત્રિત કરવામાં લાગ્યો છે. ભારતનાં આવા પગલાથી દક્ષિણ એશિયા (South Asia) માં હથિયારોની લાઈન લાગી જશે જેથી એશિયાઈ દેશોમાં અશાંતીનો માહોલ સર્જાશે.

દેશમાં રાફેલનાં આગમનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, જાણો શું કહ્યુ પાકિસ્તાને..

પાકિસ્તાને વૈશ્વિક સ્તરે અપીલ કરી છે કે ભારતના હથિયારો એકત્રિત કરવાની રણનિતી પર રોક લગાવવામાં આવે, પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયશા ફારુકી (Ayesha Farooqi) એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, અમે ભારતીય સૈન્યને 5 રાફેલ વિમાનની ખેપ મળી છે તેનો અહેવાલ જોયો છે અને આ એક ચિંતાનો વિષય છે કે ભારત સતત બિનજરૂરી સૈન્ય ક્ષમતા (Military capability) એકત્રિત કરવામાં લાગ્યો છે. ભારત હવે બીજો સૌથી મોટો હથિયારો આયાત કરવાર દેશ બની ગયો છે અને આ દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતાને ગંભીર રીતે પ્રભાવિત કરશે.

દેશમાં રાફેલનાં આગમનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, જાણો શું કહ્યુ પાકિસ્તાને..

ભારતમાં રાફેલનાં આગમન (The arrival of Raphael) થી પાકિસ્તાનને એવી રીતે ઝટકો લાગ્યો છે કે વધુમાં તેમણે ક્હયુ કે ભારત દ્વારા એકત્રિત કરાયેલા હથિયારો પાકિસ્તાન માટે શુભ સંકેત નથી, આ એક ચિંતાનો વિષય છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને આ વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. જણાવી દઈએ કે ભારતે લડાકુ વિમાન રાફેલ (Fighter plane Raphael) ને ફ્રાંસ પાસેથી ખરીદ્યા છે જેનો પ્રથમ સ્ટોક ભારતને મળી ચૂક્યો છે.

દેશમાં રાફેલનાં આગમનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, જાણો શું કહ્યુ પાકિસ્તાને..

રાફેલની ખાસિયત છે કે તે 4.5 જનરેશનનું મલ્ટીરોલ કોમ્પેક્ટ એયરક્રાફ્ટ છે જે ઇંધન ભર્યા બાદ સતત 10 કલાક સુધી હવામાં ઉડી શકે છે, જે એક મીનિટમાં 60 હજાર ફીટનાં ઉંચાઈએ જઈ શકે છે તો 2130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવા સક્ષમ છે. ભારત એક શાંતિ પ્રિય દેશ છે અને તે બીજા દેશો સાથે પણ મિત્રતા ભર્યા સંબંધો રાખે છે પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા દેશોનો નાપાક ઈરાદો ભારતને ઉશ્કેરવાની કોશિશ કરે છે છતાં રાફેલ આવ્યા બાદ ચીનની કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી જો કે બીજી તરફ પાકિસ્તાનને રાફેલે રડાવી મૂક્યો છે.

Related Posts