લોકસભામાં ડ્રગનો મુદ્દો ઉઠાવતા જયા બચ્ચને કહ્યું, ‘જિસ થાલી મેં ખાતે હૈ, ઉસમેં હી છેદ કરતે હૈ’

લોકસભા (Lok Sabha) બાદ રાજ્યસભામાં પણ આજે બોલીવુડમાં (Bollywood) ડ્રગ્સનો મુદ્દો ઉપડ્યો હતો. રાજ્યસભામાં જયા બચ્ચને (Jaya Bachchan) કહ્યું કે, ‘મનોરંજન જગતના લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ કમાવનારા લોકોએ તેને ડ્રેઇન કહ્યું છે. હું આ માટે સંપૂર્ણ રીતે અસહમત છું. હું આશા કરું છું કે સરકાર આવા લોકોને આવી ભાષાનો ઉપયોગ ન કરવા કહેશે.’

લોકસભામાં ડ્રગનો મુદ્દો ઉઠાવતા જયા બચ્ચને કહ્યું, 'જિસ થાલી મેં ખાતે હૈ, ઉસમેં હી છેદ કરતે હૈ'

જયા બચ્ચને લોકસભામાં સોમવારે બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જયા બચ્ચને વગર કોઈનું નામ લીધા કહ્યું હતું કે કેટલાક લોકો ‘જે થાળીમાં ખાય છે તેમાં જ છિદ્રો કરે છે’. જયાએ કહ્યું કે, થોડા લોકો માટે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદનામ નહીં કરી શકીએ. જણાવી દઈએ કે ગોરખપુરના લોકસભાના સાંસદ અને અભિનેતા રવિ કિશને સોમવારે સત્રના પહેલા દિવસે બોલીવુડમાં ડ્રગ સેવનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

લોકસભામાં ડ્રગનો મુદ્દો ઉઠાવતા જયા બચ્ચને કહ્યું, 'જિસ થાલી મેં ખાતે હૈ, ઉસમેં હી છેદ કરતે હૈ'

રવિ કિશને (Ravi Kishan) કહ્યું હતું કે, ‘ડ્રગ હેરફેર અને વ્યસનની સમસ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, ‘ફિલ્મ ઉદ્યોગમાં પણ ડ્રગનું વ્યસન છે. ઘણા લોકો પકડાયા છે. NCB ખુબ જ સારું કામ કરી રહી છે. ગુનેગારોને જલ્દીથી પકડવા, સજા કરવામાં આવે અને પાડોશી દેશોના ષડયંત્રને સમાપ્ત કરવા કડક પગલાં લેવામાં આવે તે માટે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશના યુવાનોને બરબાદ કરવા માટે કાવતરાં રચવામાં આવી રહ્યા છે. આપણા પડોશી દેશો આમાં ફાળો આપી રહ્યા છે. પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગનું હેરફેર દર વર્ષે કરવામાં આવે છે. તેને પંજાબ અને નેપાળ મારફત ભારત લાવવામાં આવે છે.’

લોકસભામાં ડ્રગનો મુદ્દો ઉઠાવતા જયા બચ્ચને કહ્યું, 'જિસ થાલી મેં ખાતે હૈ, ઉસમેં હી છેદ કરતે હૈ'

જણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મૃત્યુના કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એટલે કે NCB કરી રહી છે. આને લઈને જ NCBએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહીત અનેક સભ્યોની ધરપકડ કરી છે.

Related Posts