ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વરસાદની શકયતા

ગાંધીનગર : રાજ્યમાં આ વખતે બરાબર વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે અને વરસાદે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. એવામાં ફરી વાર હવામાન વિભાગે 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch)ના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરી છે. વધુમાં હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ શક્યતા દર્શાવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વરસાદની શકયતા

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલ (Harshad R. Patel)ના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપ (Weather Watch Group)નો વેબ સેમિનાર આજે ગાંધીનગર ખાતેથી યોજાયો હતો. બેઠકમાં રાહત કમિશ્નર પટેલે જણાવ્યુ હતુ કે, મંગળવારે સવારે 6 થી બપોરના 2 સુધી 93 તાલુકાઓમાં 1 મી.મી. થી લઇ 48 મી.મી. સુધી વરસાદ નોંધાયેલ છે. કચ્છ જિલ્લા (Kutch district)ના લખ૫ત તાલુકામાં સૌથી વધુ 48 મી.મી. વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી 25 ઓગસ્ટ સુધી અંતિત 887.36 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની સરેરાશ 831 મી.મી. ની સરખામણીએ 106.78% છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વરસાદની શકયતા

હવામાન ખાતા (Weather Department)ના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વરસાદ ઘટવાની શકયતા છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત (North Gujarat) ના બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાત (South Gujarat) અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ હળવો કે નહિવત રહેશે. બંગાળની ખાડીના ઉતરી ભાગમાં હળવુ દબાણ તેમજ ઉત્તર-૫શ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયકલોનીક સરકયુલેશન (Cyclonic circulation) ઉ૫રાંત દક્ષિણ-૫શ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક બીજુ હળવુ દબાણ બનવાથી 29 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી દેવભુમી દ્વારકા ઉ૫રાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વરસાદની શકયતા

સચિવાલયના કૃષિ વિભાગ (agriculture department)ના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે તા.24.08.20 સુધીમાં અંદાજીત 82.98 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 79.70 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 97.74% વાવેતર થયું છે. સિંચાઇ વિભાગ (Irrigation Department)ના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં 2,32,719 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 69.66% છે. તેમજ રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 74.89 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-136 જળાશય, એલર્ટ ૫ર કુલ-16 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 12 જળાશય છે.

Related Posts