સુરતમાં વરસાદે 85 ઈંચ સાથે ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો, હજુ ચોમાસુ બાકી છે..

સુરત : શહેરમાં (Surat City) આ વર્ષે કોરોનાકાળ વચ્ચે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. શહેર આખું ચોમાસું દે’માર વરસાદ વરસ્યો છે. તેથી આ વર્ષ કોરોનાની યાદની સાથે સાથે છેલ્લા ત્રણ દાયકામાં સીઝનના સૌથી વધુનો વરસાદના રેકોર્ડ (Rain Records) માટે પણ યાદ રહેશે. આ વખતે શહેરમાં વરસાદે વર્ષ 1990 પછીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. સામાન્ય રીતે શહેરમાં ચોમાસાની (Monsoon) સીઝનમાં સરેરાશ 54 ઇંચ વરસાદ પડે છે. આ વખતે શહેરમાં સીઝનનો કુલ 86 ઇંચ વરસાદ પડી ચૂકયો છે. અને હજુ પણ ચોમાસાએ વિદાય લેવાના તો કોઇ સંકેત આપ્યા જ નથી. શહેર અત્યાર સુધીમાં પડી ગયેલો વરસાદ પણ રેકર્ડ બ્રેક છે તેથી જો ગયા વરસની જેમ આ વખતે પણ દિવાળી સુધી વરસાદ ચાલુ રહે તો વધુ નવા રેકોર્ડ (New Records)સર્જાય તેવી પણ શકયતા છે.

સુરતમાં વરસાદે 85 ઈંચ સાથે ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો, હજુ ચોમાસુ બાકી છે..

સુરત શહેરના ચોમાસાઓના ઇતિહાસ પર નજર કરીએ તો સીઝનનો કુલ વરસાદ વર્ષ 1992માં 85 ઇંચ, 1994માં 82 ઇંચ અને 2013 માં 84 ઇંચ નોંધાયો છે. ચાલુ વર્ષ મોસમનો કુલ વરસાદ 86 ઇંચ વરસ્યો છે. આમ, છેલ્લા 30 વર્ષનો રેર્કોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત 46 ઇંચ જેટલો વરસાદ તો ઓગષ્ટ માસમાં જ ખાબક્યો હતો. આમ, મોસમનો કુલ વરસાદના 50 ટકા જેટલો વરસાદ ઓગસ્ટમાં જ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 54 ઇંચ વરસાદ પડે છે.

સુરતમાં વરસાદે 85 ઈંચ સાથે ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો, હજુ ચોમાસુ બાકી છે..

સુરતમાં ક્યારે કેટલો ભારે વરસાદ પડ્યો

 • વર્ષ વરસાદ(ઈંચમાં)
 • 1990 42
 • 1992 85
 • 1994 82
 • 1997 40
 • 1999 37
 • 2000 30 (સૌથી ઓછો)
 • 2001 46
 • 2004 77
 • 2006 53
 • 2007 57
 • 2010 72
 • 2013 84
 • 2014 38
 • 2016 37
 • 2017 53
 • 2019 70
 • 2020 86 (હજુ ચોમાસું બાકી)
સુરતમાં વરસાદે 85 ઈંચ સાથે ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો, હજુ ચોમાસુ બાકી છે..

શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ બન્યો છે. ત્યારે બુધવારે દિવસભર મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ગુરુવાર સવારથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. દરમ્યાન બપોર સુધીમાં સુરત શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં ચાલુ થઇ ગયા હતા. દિવસભર વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે જઇ રહેલા શહેરીજનો વરસાદમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર બુધવારે શહેરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરાછા ઝોન-એ માં અને સૌથી ઓછો ઉધના ઝોનમાં વરસ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. આમ મોસમનો કુલ વરસાદ 86 ઇંચ થયો છે. ગુરુવારે પણ અલગ અલગ વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Related Posts