30 જૂનથી શરૂ થતી 230 સ્પેશ્યલ ટ્રેનો માટે આજથી ‘તત્કાલ’ બુકિંગ શરૂ

રેલ્વે મુસાફરો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય રેલ્વે (Indian Railways) એ સોમવારે તમામ વિશેષ ટ્રેનો માટે ‘તત્કાલ ટિકિટ’ (Tatkal Booking) બુકિંગ કાઉન્ટર્સ (Booking Counters) ખોલ્યા. સેન્ટ્રલ રેલ્વે (Central Railways) ના એક ઉચ્ચ અધિકારી શિવાજી સુતાર (Shivaji Sutar) ટ્વિટર પર આ સમાચારની પુષ્ટિ આપી હતી.

30 જૂનથી શરૂ થતી 230 સ્પેશ્યલ ટ્રેનો માટે આજથી 'તત્કાલ' બુકિંગ શરૂ

તેમણે લખ્યુ હતુ કે મુસાફરો આજથી તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે સેવા તમામ રાજધાની અને શ્રમિક ટ્રેનો (Shramik Trains) માટે લાગુ થશે. સેન્ટ્રલ રેલ્વે ઝોનના એક વરિષ્ઠ રેલવે અધિકારીએ ટિ્‌વટ કર્યું છે કે, ‘તત્કાલ બુકિંગ 30/06/2020 થી આગળની મુસાફરી માટે તમામ સ્પેશિયલ ટ્રેનોમાં (0 નંબરોથી શરૂ) 29/06/2020 થી શરૂ થશે.’

30 જૂનથી શરૂ થતી 230 સ્પેશ્યલ ટ્રેનો માટે આજથી 'તત્કાલ' બુકિંગ શરૂ

ભારતીય રેલ્વે જે હાલમાં 230 વિશેષ ટ્રેનો (Special Trains) ચલાવી રહી છે, તે મુસાફરોને આજથી ‘તત્કાલ’ ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવા માટે બુકિંગ શરૂ કરશે.આવતીકાલથી શરૂ થનારી ટ્રેનોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાશે. તત્કાલ ક્વોટા હેઠળ મુસાફરી કરવા માંગતા મુસાફરોએ એસી ક્લાસની મુસાફરીના એક દિવસ પહેલા સવારે 10 વાગ્યા પછી અને સ્લીપર ક્લાસ માટે સવારે 11 વાગ્યા પછી ટિકિટ બુક કરાવવી પડશે. મુસાફરો આઇઆરસીટીસી (IRCTC) વેબસાઇટ અને એપ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકે છે.

30 જૂનથી શરૂ થતી 230 સ્પેશ્યલ ટ્રેનો માટે આજથી 'તત્કાલ' બુકિંગ શરૂ

ભારતીય રેલ્વેએ પહેલા જ આરક્ષણ સમયગાળાને 30 દિવસથી વધારીને 120 દિવસ કરી દીધો છે. રેલ્વે મંત્રાલય (Railway Ministry) ના પ્રવક્તાએ જણાવ્યું છે કે 30 વિશેષ રાજધાની અને 200 સ્પેશ્યલ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના આરક્ષણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે દ્રારા પહેલાની અનામત અવધિ (Advance Reservation Period -ARP)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Posts