દ્રવિડનું તેના જીવનમાં કેટલું મહત્ત્વ છેઃ પૂજારાએ કર્યો ખુલાસો

ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, ક્રિકેટથી ધ્યાન હટાવીને જિંદગી માટે સમયના મહત્ત્વ વિશે જણાવવા માટે તે પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડનો હંમેશા આભારી છે. પૂજારાએ કહ્યું કે, જીવનમાં દ્રવિડના પ્રભાવને શબ્દોમાં આલેખી શકાય નહીં.

Cheteshwar Pujara cannot express the words given by Rahul Dravid ...

દ્રવિડને ભારતીય બેટિંગની દિવાલ કહેવામાં આવછે અને પૂજારાની સરખામણી દ્રવિડ સાથે કરવામાં આવે છે. પૂજારાએ કહ્યું કે વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનને અલગ રાખવાનું શીખવવા માટે દ્રવિડનો આભારી છું. પૂજારાએ કહ્યું, તેમણે મને ક્રિકેટથી દૂર રહેવાના મહત્ત્વને સમજાવવા મદદ કરી.

Cheteshwar Pujara breaks Rahul Dravid's long-standing record of ...

મારી પાસે એક જ વિચાર હતો પરંતુ જ્યારે મેં તેમની સાથે વાતો કરી તો તેમણે આ બધી વાતો ઘણી સ્પષ્ટતા સાથે કરી. મને એમના સલાહની જરૂર હતી.દ્રવિડે 164 ટેસ્ટમાં 13,288 રન બનાવ્યા અને 344 વનડેમાં 10,889 રન બનાવ્યા. તેણે 79 વનડેમાં ભારતની કેપ્ટનશીપ પણ કરી હતી, જેમાંથી ટીમ 42માં સફળ રહી હતી. રનનો પીછો કરતા સતત 14 જીતનો વિશ્વ રેકોર્ડ પણ દ્રવિડના નામે છે.

Rahul Dravid and Dilip Vengsarkar back Cheteshwar Pujara for ...


પૂજારાએ કહ્યું, મેં કાઉન્ટી ક્રિકેટમાં પણ જોયું છે કે તેઓ કેવી રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને અલગ રાખે છે. હું તે સલાહને ખૂબ મહત્વ આપું છું. ઘણા લોકો માને છે કે હું મારી રમત પર વધુ ધ્યાન આપું છું. હા, હું છું, પણ પ્રોફેશનલ જીવનથી પોતાને ક્યારે અંતરથી રાખવું તે પણ હું જાણું છું. ક્રિકેટથી આગળ જીવન છે.

Pujara a big score away from regaining confidence, says Dravid ...


તેણે કહ્યું, ‘મારી પસંદ અને નાપસંદ બદલાતી રહે છે પરંતુ દ્રવિડ મારા માટે મહત્તવનો છે. મારા માટે તે હંમેશા પ્રેરણારૂપ રહ્યો છે અને રહેશે. પૂજારાએ કહ્યું હતું કે દ્રવિડ સાથેના જોડાણ હોવા છતાં તેણે ક્યારેય તેમનું અનુકરણ કરવાનો પ્રયાસ નથી કર્યો.

Related Posts