મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુનની હાજરી પર ઉઠ્યા સવાલ

આઈપીએલની (IPL) ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) આ વર્ષે તેના પાંચમા શીર્ષકની તૈયારી જોર શોરથી કરી રહી છે. મુંબઈની ટિમ તેમની સાથે તેમના નેટ બોલરોને પણ યુએઈ લઇ ગઈ છે, જેઓ ત્યાં તેમની ટીમના બેટ્સમેનને બેટિંગ પ્રેક્ટિસમાં સહયોગ આપશે. નેટ બોલરોમાં એક નામ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના (Sachin Tendulkar) દીકરા અર્જુનનું (Arjun Tendulkar) પણ છે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુનની હાજરી પર ઉઠ્યા સવાલ

યૂએઇમાં યોજાનારી આઇપીએલ પહેલા તમામ ટીમો હાલમાં પ્રેક્ટિસ કરી રહી છે અને નવરાશનો સમય ક્યાં તો બીચ પર અથવા તો પુલમાં ગાળી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સના યુવા ખેલાડી રાહુલ ચાહરે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ પુલ સેશનનો આનંદ માણી રહ્યા છે. જો કે આ ફોટોમાં બધાનું ધ્યાન અર્જૂન તેંદુલકર પર ગયું હતું. તે પણ ખેલાડીઓ સાથે પુલમાં જોવા મળે છે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુનની હાજરી પર ઉઠ્યા સવાલ

અર્જૂન તેંદુલકરને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ સાથે પુલમા જોતા સોશિયલ મીડિયા યૂઝર્સે તેને નિશાન બનાવીને નેપોટિઝમ સાથે તેને જોડી દીધું હતું. જો કે અર્જુન તેંદુલકર ખરેખર તો મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેનોની પ્રેક્ટિસ માટે નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયો છે. ભૂતકાળમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઇ હતી ત્યારે પણ અર્જૂન તેંદુલકર તે સમેય ઇંગ્લેન્ડમાં હોવાથી નેટ બોલર તરીકે તેની સેવા લેવામાં આવી હતી.

જણાવી દઈએ કે અર્જુન મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટમાં રમે છે. તે અંડર-19 ક્રિકેટમાં પણ મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. આ સિવાય ટીમ ઇન્ડિયાની જુનિયર ટીમના ખેલાડીના રૂપમાં તે કેટલાક દેશો વિરુદ્ધ ક્રિકેટ રમ્યો છે. આઇપીએલની બધી ફ્રેન્ચાઈઝીઓ નેટ બોલરના રૂપમાં કોઈ પણ ઉભરતા ખેલાડીની પસંદગી કરી શકે છે. જો તે નામોમાંથી એક નામ અર્જુનનું પણ હોય તો તેમાં કંઈ ખોટું નથી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુનની હાજરી પર ઉઠ્યા સવાલ

આ સિવાય અર્જુને સમય-સમયે ભારતની મહિલા અને પુરુષ ટીમને પણ નેટમાં બોલિંગ કરાવી છે. આ વખતની આઈપીએલ દર્શકો માટે ખાસ અને રોમાંચક હશે એવામાં ખાલી મેદાને દર્શકોમાં જોશ કેવા પ્રકારનો હશે તે આઈપીએલ શરૂ થતા જ ખબર પડશે. 19 તારીખથી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super kings) વચ્ચે પ્રથમ મુકાબલો આબુધાબી ખાતે યોજાનારો છે. આ મેચ ભારતીય સમય મુજબ 7.30 કલાકે શરૂ થશે.

Related Posts