PUB-G પ્રતિબંધિત થતાં FAU-G ચર્ચામાં : ભારતીય સેનાને આ રીતે મદદ કરશે ગેમ ‘ફૌજી’

નવી દિલ્હી : ભારતે અત્યાર સુધી ચાઈનાનાં કુલ 224 એપ બેન કર્યા છે જેમાં ટીકટોક (Tiktok) અને PUBGનો સમાવેશ થાય છે. જેથી ટેનસેન્ટ કંપનીની માર્કેટ વેલ્યુમાં એક લાખ કરોડનું નુકસાન થયુ છે. પરંતુ સાથે ભારતીય ગેમર્સ તેનાથી સેડ થયા હતા કારણ કે દેશમાંથી PUBG ગેમ બેન થઈ છે. પરંતુ બોલીવુડનાં ખેલાડી અક્ષય કુમારે (Akshay Kumar) પોતાના ટ્વીટર એકાઉન્ટ (Twitter account) દ્વારા એક ગેમને પ્રોત્સાહન (પ્રમોટ) કર્યુ છે. આ ગેમ ત્યારે ચર્ચામાં આવી રહી છે જ્યારે દેશમાંથી PUB-G ગેમને બેન કરવામાં આવી છે. અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર FAU-Gને પ્રોત્સાહન આપ્યુ છે.

આ FAU-G ગેમની સ્ટોરીલાઈનની સલાહ આપનાર એક પોસ્ટરને પણ માઈક્રોબ્લોગિંગ સાઈટ (Microblogging site) પર શેર કરવામાં આવ્યો છે. આ ગેમનાં નામની વાત કરીએ તો ગેમનાં નામનો ઉલ્લેખ કરતાં ફૌજી તરીકે સંભળાય છે અને નામની જેમ જ આ ગેમ કામ કરશે. આ ગેમ બેંગલોરમાં nCore Games દ્વારા પ્રકાશિત કરાઈ રહ્યો છે અને ગેમને FAU-G ફિયરલેસ એન્ડ ગાર્ડસનાં નામથી ઓળખાશે અને આ ગેમને અક્ષય કુમારે FAU-Gને પ્રમોટ કરવા માટે પોતાના ટ્વીટર હેન્ડલનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યુ કે, આ ગેમની આવકનો 20 ટકા હિસ્સો સરકારી ભંડોળ વધારનારી પહેલ ‘ભારત કે વીર’ ને દાન કરાશે.

PUB-G પ્રતિબંધિત થતાં FAU-G ચર્ચામાં : ભારતીય સેનાને આ રીતે મદદ કરશે ગેમ 'ફૌજી'

વિશાલ ગોંડલ (Vishal Gondal) અને અક્ષય કુમારે પોતાના ટ્વીટર દ્વારા પ્રથમ વાર આ ગેમની ચર્ચા કરી હતી. વિશાલ ગોંડલની વાત કરીએ તો તે ફિયનેસ વિયરેબલ નિર્માતા GOQiiનાં સીઈઓ છે, તેમણે શુક્રવારે FAU-G ગેમની માહિતી ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને ક્હયુ હતુ કે આ એક એક્શન ગેમ (Action game) છે અને ભંડોળ ઉભુ કરશે જે ભારત કે વીરને સહાય માટે મદદ રૂપ થશે. ગોંડલે 1999માં ‘ઇન્ડિયા ગેમ્સ’ની સ્થાપના કરી હતી અને 2011માં તેમણે આ ડિઝનીને વેચી દીધી હતી.

PUB-G પ્રતિબંધિત થતાં FAU-G ચર્ચામાં : ભારતીય સેનાને આ રીતે મદદ કરશે ગેમ 'ફૌજી'

FAU-Gની વાત કરીએ તો આ ગેમ મોબાઈલ સુધી જ સીમિત હશે કે કોમ્પ્યુટરમાં પણ તે રમી શકાશે તેની માહિતી હજું સ્પષ્ટ નથી પરંતુ આ ગેમને જે નામ આપવામાં આવ્યુ છે તે ખુબ જ આકર્ષક છે. PUB-Gને બેન કરાતા ભારતમાં યુવાનો તરફથી આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે તે બેટલ રોયલ ગેમ હતી અને ભારતમાં લોકપ્રિય હતી પરંતુ હવે ટીકટોક જેવી રીતે વિસરાઈ ગયુ તેવી રીતે PUB-G સાથે પણ થશે પરંતુ FAU-G ગેમ આવતાની સાથે જ લાખોની સંખ્યામાં આ ગેમનાં ચાહકો દેખાઈ જશે અને ગેમ શું PUB-G સાથે મેચ થાય છે તેની માહિતી પણ મળશે.

Related Posts