પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાના વિરોધમાં પેટ્રોલિયમ પ્રધાનના પૂતળાને ફાંસી બાદ આગચંપી

કલેકટરને આવેદન આપ્યું : પૂતળાદહન કરનાર આઠ કાર્યકરની અટકાયત

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૯ વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહયા છે અસહય તોતીંગ ભાવવધારા(Soaring prices)થી સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે.છેલ્લા માસ દરમિયાન પેટ્રોલ ડીઝલ(Petrol diesel)માં બાર રૂપિયાનો વધારો થતા સામાન્ય વર્ગનું  માસીક બજેટ ખોરવાયેલ છે. રાષ્ટ્રવ્યાપી (Nationwide) જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પેટ્રોલીયમ પ્રધાન પૂતળા દહન કરી આગચંપી કરી હતી. કોંગી કાર્યકર્તાઓના વિરોધના પગલે પોલીસે ૮ કાર્યકરની અટકાયતકરી હતી.

પેટ્રોલ ડીઝલ ભાવવધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી નજીક પેટ્રોલ ડીઝલ ભાવવધારા મુદ્દાને લઈને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. કલેકટર કચેરી નજીક કોંગી આગેવાનો કાર્યકરો વચ્ચે સુત્રોચ્ચાર પ્લેકાર્ડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર ના પૂતળાને ફાંસીના માચડે ચઢાવી સળગાવ્યું  હતું. બનાવ પગલે સાત કોંગી કાર્યકરોની ટીંગાટોળી (Tingatoli of seven Cong activists) કરી અટકાયત કરી હતી. કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમમાં સોશીયલ ડીસ્ટન્સ (Social Distance) જળવાતુ નહોતું પોલીસની હાજરીમાં કોંગ્રેસે સોશીયલ ડીસ્ટના લીરા ઉડાવ્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોના ટોળેટોળા જોવા મળ્યા હતા. શહેર કોંગ્રેસના નેતાઓએ કલેકટરને આવેદનપત્ર આપી પેટ્રોલ અને ડીઝલમાં કરાયેલો ભાવવધારો પાછો ખેંચવા માટે માંગ કરી હતી.

Related Posts