નવરાત્રિમાં પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ અપાશે- ગૃહ રાજ્યમંત્રી

આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની (State Cabinet) બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.  નવરાત્રીમાં (Navratri) મંદિર અને પ્રસાદ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાદ (Prasad) પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર (State Government) દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રી (Navratri) દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા.

નવરાત્રિમાં પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ અપાશે- ગૃહ રાજ્યમંત્રી

પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન બંધ કરવા અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

નવરાત્રિમાં પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ અપાશે- ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 7 જૂન 2020થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે રાજ્યનાં તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. નવરાત્રિના સમયે કેટલીક જગ્યાએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમજ કેટલાંક મંદિર પર્વતની ટોચ પર આવેલાં હોવાથી જો લાખો દર્શનાર્થીઓ દર્શને જાય તો સંક્રમણ ફેલાય શકે છે. આરતી અને હવનો થશે. જે-તે ટ્રસ્ટોએ પોતાની સગવડ અને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લીધા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે કેટલીક જગ્યાએ નવરાત્રીના સમયે મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તે ધર્મસ્થળોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે કેટલાક મંદિર પર્વતની ટોચ ઉપર હોવાના કારણે મંદિરે દર્શન જાય તો ત્યાં સંક્રમણની સંખ્યા મહત્તમ રહે છે. આવામાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી નિયમો અને નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા-આરતી હોવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે.

Related Posts