Comments

ઉમેદવારની પસંદગીમાં રાજકીય ગણતરી?

રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટેના ઉમેદવારની પસંદગી મતદાર મંડળની ગણતરીના આધારે થવી જોઇએ? ના. આ માપદંડ અપનાવવાથી રાજકારણ સિવાયના ક્ષેત્રના પ્રખર લોકો આ બે સૌથી ઊંચા અને માનવંતા પદ પર સેવા આપવાથી વંચિત રહી શકે. રાષ્ટ્રને તેમની દૃષ્ટિ તેમજ પ્રશ્નો વિશેની તેમની સૂઝ અને બંધારણ વગેરેના મામલે વિશિષ્ટ અભિગમનો લાભ લેવાની તકથી શા માટે વંચિત રાખવા? બંધારણની દૃષ્ટિએ રાષ્ટ્રપ્રમુખપદ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદ રાજકીય અસરથી મુકત રહેવાને સર્જાય છે ત્યારે આ બે પદ માટેના ઉમેદવાર પસંદ કરવા માટે રાજકીય પક્ષોની કોઇ ભૂમિકા નહીં હોવી જોઇએ. ભૂતકાળમાં એવી પ્રથા રહી હતી તેમાં શાસક કે વિરોધ પક્ષ રાજકીય રીતે પ્રખર વ્યકિતઓને પસંદ કરતા પણ આવી વ્યકિતને ધર્મ, જ્ઞાતિ કે પ્રદેશનું વળગણ ન હતું. થોડાક કિસ્સા બાદ કરતાં મોટે ભાગે શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાય તંત્રના ક્ષેત્રની પશ્ચાદ્ભૂ ઉમેદવારોની રહેતી.

2022 ની રાષ્ટ્રપ્રમુખ-ઉપરાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી જુદા સંજોગોમાં યોજાઇ રહી છે અને એવી પ્રણાલીમાં યોજાઇ રહી છે જે અભૂતપૂર્વ છે. અગાઉ નિયમો મુજબ પણ નથી થતી તેને બદલે તેઓ માને છે કે જૂની પરંપરા આધારિત ધોરણો ન હોય તો વાંધો નહીં. મૂળભૂત રીતે તો રાજકીય ચૂંટણીનો તમામ સ્તરે વિજય જ મહત્ત્વનો ગણાય છે એમ લાગે છે. વિરોધ પક્ષના સંયુકત મોરચાએ પણ પોતાના ઉમેદવારની પસંદગીમાં ભલે ભારતીય જનતા પક્ષ અને તેના શાસક સાથી પક્ષો કરતાં જુદી રીતે વિચારીએ, પણ ભવિષ્યની ચૂંટણી રાજકારણની દૃષ્ટિએ જ વિચારવું પડયું હતું.

ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરેની વિધાનસભાની ચૂંટણી તેમજ લોકસભાની 2024 ની ચૂંટણીને ધ્યાનમાં રાખવાની સ્હેજ પડી છે. રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવાર તરીકે ઓડિશાની આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુને પસંદ કરવા પાછળની ભારતીય જનતા પક્ષની ગણતરી તેમજ ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે કોંગ્રેસશાસિત રાજસ્થાનના જાટ નેતા જગદીપ ધનખડની પસંદગી પાછળ પણ ચૂંટણીના આગામી જંગની જ ગણતરી રહી છે. ઓડિશા અને રાજસ્થાનમાં ભારતીય જનતા પક્ષને સત્તા પર પાછા આવવા માટે હતાશાભર્યા પ્રયાસો કરવા પડે છે. આથી રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારોની પસંદગી કરી જાણે બચત શરૂ કરી હોય તેમ લાગે છે. અનુસૂચિત જનજાતિઓ અને જાટ લોકો ભારતીય જનતા પક્ષના પરંપરાગત ટેકેદારો હોવા છતાં વિવાદાસ્પદ ખેડૂત કાયદાઓ અને તે સંબંધી મુદ્દાઓથી ગુસ્સે ભરાયા છે અને આ બે ક્ષેત્રો પર પક્ષની ચૂંટણી વ્યૂહરચનાકારોની નજર છે અને તેને માટે રાષ્ટ્રના બે સૌથી ઊંચા પદ માટે આ બે વર્ગોમાંથી ઉમેદવાર પસંદ કરવાનો નવો દાવ કહેવાય ને?

અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને સશકિતકરણ માટે આદિવાસી સમાજ પર સારી અસર પાડવા ઉપરાંત મૂર્મુની પસંદગીથી વિપક્ષી એકતા પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે અને તેના પરિણામ નવીન પટનાઇકની આગેવાની હેઠળના જનતા દળમાં દેખાયા કે તેણે મૂર્મુની ઉમેદવારીને ટેકો જાહેર કરી દીધો. નવીન તો વાડ પર બેઠા જ હતા. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન રાજયમાં કોંગ્રેસના મેળાપીપણામાં સરકાર ચલાવે છે, પણ રાજયમાં આદિવાસી વસ્તી વધારે હોવાથી તેમને પણ મૂર્મુને ટેકો આપવા સિવાય બીજો કોઇ રસ્તો કયાં રહ્યો હતો?

દ્રૌપદી મૂર્મુની ઉમેદવારી પાછળ ભારતીય જનતા પક્ષે આદિવાસી પત્તું રમ્યું છે. ધનખડની પસંદગી કરી તેણે પક્ષના સવર્ણ હિંદુ ટેકેદારો અને જાટને જોરદાર સંદેશો મોકલી આપ્યો છે. જાટ લોકોનો ભારતીય જનતા પક્ષના પછાત વર્ગોના અને ખેડૂતો પ્રત્યેના વલણથી નારાજ હતા. ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ વધારવાના કહેવાતા મામલે મમતા બેનરજી સાથે અવારનવાર સંઘર્ષમાં આવતા જાખડની પસંદગીથી મમતાબેન અને ભારતીય જનતા પક્ષને સંદેશો મળી ગયો છે. રાષ્ટ્રપ્રમુખપદ માટે વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહા અને ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે માર્ગારેટ આલ્વાની પસંદગી પાછળ પણ ચૂંટણીનું ગણિત તો કામ કરતું જ હતું, ભલે ભારતીય જનતા પક્ષ જેટલું ઝીણવટભર્યું તેણે નહીં કાંત્યું હોય.

વિરોધ પક્ષોએ યશવંત સિંહાની પસંદગી કરી તે પાછળ તેમના નામ સાથે જોડાયેલી બંધારણીય ઉપયુકતતા અને નીતિઓ જેની શાસકની નીતિ સાથે તેઓ સંમત નથી થયા તે જવાબદાર છે. સિંહાને બંધારણીય બાબતો અને શાસન સંબંધી બહોળો અનુભવ છે તે ચૂંટણી નહીં જીતાય તો જાહેર ચર્ચાનો વિષય બની શકે. માર્ગારેટ આલ્વાને પણ ભારતીય જનતા પક્ષના બહુમતી બાદ સામે ટક્કર આપવા પસંદ કરાયાં છે. એક તો ખ્રિસ્તી અને તેમાંય દક્ષિણ ભારતના અને રાજકીય જીવનનો બહોળો અનુભવ.

શાસક પક્ષ ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે મુસ્લિમ ઉમેદવારની પસંદગી કરશે એવી ધારણા હતી, પણ વર્તમાન પર્યાવરણમાં એવું નહીં બન્યું. મુસલમાનોને આની પાછળ સંદેશો મોકલવાનું પણ ગણતરીમાં છે. રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારોની પસંદગી રાજકીય ધોરણે કરવામાં આવી છે પણ ચૂંટણી બિનરાજકીય ધોરણે થશે. પક્ષના જ ઉમેદવારોને મત આપવાનો આદેશ તો અપાય જ છે. મતદાન પૂરું થયા પછી આત્માના અવાજની બંને પક્ષે ચર્ચા થશે. તેને બદલે રાજકીય ગણતરીથી પર રહીને ઉમેદવારોની પસંદગી કરાતી હોય તો?
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top