પીએમ મોદીની આ યોજના હેઠળ 1.26 કરોડ લાભાર્થીઓને થયો ફાયદો

દેશના ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. તેમાંની એક છે આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana). આ યોજના અંતર્ગત દેશના ગરીબ પરિવારોને વર્ષે પાંચ લાખ રૂપિયાની સારવાર માટે આરોગ્ય વીમો આપવામાં આવે છે. મોદી સરકારની (Modi Government) આ યોજના ખૂબ પ્રખ્યાત થઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 12.5 કરોડથી વધુ ઇ-કાર્ડ આપવામાં આવ્યા છે. ચાલો તમને જણાવીએ કે આ યોજના અંગે તાજેતરની અપડેટ શું છે.

પીએમ મોદીની આ યોજના હેઠળ 1.26 કરોડ લાભાર્થીઓને થયો ફાયદો

મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને (Central Health Minister, HarshVardhan) કહ્યું કે, સપ્ટેમ્બર 2018 માં આયુષ્માન ભારત યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1.26 કરોડથી વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ નિશુલ્ક સારવાર મળી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 23,000 થી વધુ હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે અને 12.5 કરોડથી વધુ ઇ-કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

પીએમ મોદીની આ યોજના હેઠળ 1.26 કરોડ લાભાર્થીઓને થયો ફાયદો

નોંધપાત્ર વાત છે કે, Ayushman Bharat Yojana હેઠળ કોરોના દર્દીઓની પણ સારવાર કરવામાં આવે છે. આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક આદેશ જારી કરી કહ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ કોવિડ -19ની સવાર (Covid-19 treatment is covered under Ayushman Bharat) પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, કોરોના સમયગાળા (Corona Pandemic) દરમિયાન પણ મોટી સંખ્યામાં ગરીબ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. જોકે, આરોગ્ય મંત્રાલયે હજી આ અંગે કોઈ ડેટા જાહેર કર્યો નથી.

પીએમ મોદીની આ યોજના હેઠળ 1.26 કરોડ લાભાર્થીઓને થયો ફાયદો

તેમાં કહેવામાં આવ્યું છે કે આ સાથે જ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ ફાળવવામાં આવેલી કુલ રકમનો 57 ટકા ભાગ કેન્સર, હૃદય સંબંધી રોગો, અસ્થિરોગ અને નવજાત બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

નિવેદન અનુસાર, હર્ષવર્ધને યોજના શરુ થયાને બીજી વર્ષગાંઠ નિમિત્તે ‘આરોગ્ય મંથન’ 2.0ની અધ્યક્ષતા સંભાળી. તેમણે કહ્યું, આ યોજના હેઠળ 15,500 કરોડ રૂપિયાથી વધુની સારવાર કરવામાં આવી છે. તેનાથી કરોડો લોકો અને ઘર બરબાદ થતાં બચી ગયા છે. સારવાર પર વધુ ખર્ચ કરવાને કારણે દર વર્ષે અંદાજે છ કરોડ પરિવારો ગરીબી રેખાની (Below Poverty Line) નીચે આવી જતા હતા.

પીએમ મોદીની આ યોજના હેઠળ 1.26 કરોડ લાભાર્થીઓને થયો ફાયદો

નિવેદન મુજબ લાભાર્થીઓમાં આશરે અડધી છોકરીઓ અને મહિલાઓ છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર હર્ષવર્ધને કહ્યું કે, આ બે વર્ષમાં યોજના હેઠળ 1.26 કરોડથી વધુ લાભાર્થીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવી છે.

Related Posts