અમદાવાદ આગ દુર્ધટનાના મૃતકો,ઘાયલો માટે PM અને CMએ કરી આ આર્થિક સહાયની જાહેરાત

ગાંધીનગર :અમદાવાદની 50 બેડવાળી કોવિડ-19 ડેડિકેટેડ શ્રેય હોસ્પિટલ (Shrey Hospital, Navrangpura, Ahmedabad) માં આજે વહેલી સવારે આગ લાગી હતી. ICUમાં સવારે 3.30 વાગ્યે આગ લાગી જતા 8 કોરોના દર્દીઓનું મોત (Death of patients) નિપજ્યુ હતું જેમાં ત્રણ મહિલાઓ શામેલ હતી. આ દર્દીઓને ICUમાં રાખવામાં આવ્યા હતા જ્યાં 10 બેડ પર 8 દર્દીઓને રખાયા હતા. ઘટના બાદ 40 જેટલાં દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અમદાવાદ આગ દુર્ધટનાના મૃતકો,ઘાયલો માટે PM અને CMએ કરી આ આર્થિક સહાયની જાહેરાત

મુખ્યમંત્રી  વિજય રૂપાણી (CM Vijay Rupani) એ આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ.એ.એસ (IAS) અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ ત્રણ દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

અમદાવાદ આગ દુર્ધટનાના મૃતકો,ઘાયલો માટે PM અને CMએ કરી આ આર્થિક સહાયની જાહેરાત

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આ આગ દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેકના પરિવારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઇજા પામેલા તમામ લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

Fire kills 8 coronavirus patients at hospital in Ahmadabad

આ સિવાય આગમાં મૃત્યુ પામેલા લોકો માટે PM નરેન્દ્ર મોદીએ આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવાજનોને નેશનલ રીલિફ ફંડ (National Relief Fund) માંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

News updates from Hindustan Times: Trustee, ward boy detained in ...

શ્રેય હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટીમાં ફરજ બજાવતા વોર્ડ બોય ચિરાગે (Ward Boy Chirag જણાવ્યુ કે, તે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પાણી પીવા બહાર આવ્યો હતો. ICUમાં કોરોના સંક્રમિત દર્દીનો ભાઈ ગૌરવ (Patient Brother) અંદર હતો તેને જોરથી બુમો પાડી કે પાણી લઈને આવો. કારણ કે બેડ પર દર્દીનાં વાળ સળગી રહ્યા હતા તે દરમિયાન દર્દીનો ભાઈ PPE કીટ પહેરીને પોતાના ભાઈને બચાવવા ગયો પરંતુ તેની PPE કીટને આગે ઝડપી લીધો અને તે દાઝ્યો અને ઘટના સ્થળે ડોક્ટર ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યા બ્લાસ્ટ (Blast) થયુ હતુ. બીજી તરફ અરવિંદભાઈ ભાવસાર નામના દર્દી ઓક્સિજન માસ્ક (Oxygen mask) કાઢી નાખતા તેમને બેડ સાથે બાંધવામાં આવ્યા હતા. પરંતુ આગ લાગ્યા બાદ તેમને છોડાવી ન શકતા આગમાં તેમનું મોત થયુ હતું. તેણે કહ્યુ કે રાતે 3 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટનો અવાજ આવતા જ હોસ્પિટલમાં જ્યાં ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.

Related Posts