Vadodara

PMના કાર્યક્રમમાં પાકિટ ચોરનાર ગેંગના 7 ઝડપાયા

જરોદ: વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં મહિલા શશક્તિ કરણ અને વિવિધ કાર્યક્રમો અર્થે ૧૮ જુને વડોદરાની મુલાકાતે આવ્યા હતા.તે દરમિયાન તેઓ એ કેટલાક જૂના કાર્યકરો તથા શહેર સાથે સંકળાયેલા જુના કિસ્સાઓ અને જૂની યાદો યાદ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે લેપ્રેસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી બાદ સાંજ થતાની સાથે જ ત્યાં લેપ્રસી મેદાનમાં દારૂની રેલમછેલ થઇ હતી હજુ તે શાંત નથી થઈ ત્યાં તો લેપ્રસી મેદાનમાં જનમેદની નો લાભ લઈને તસ્કરો દ્વારા મોદી ભક્તો ની ચેન , પાકીટ ની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા જિલ્લા એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન કેટલાક ઇસમો ને પુછપરછ કરતા આ ઈસમોએ લેપ્રસી મેદાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી જિલ્લા એલસીબીએ સાત જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા.

વડોદરા જિલ્લા એલસીબીની ટીમ જ્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે કેટલાક ઇસમો એક ઇકો કારમાં સોના ચાંદીના ઘરેણા વેચવા માટે આજવા ચોકડી થી આજવા નીમેટા થઈ વાઘોડિયા ટાઉન તરફ જવાના છે. જે બાતમીના આધારે હનુમાન પુરા ચોકડી ઉપર આવી છુટા છવાયા વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી ઇક્કો ગાડી આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા તેમાં સાત કેટલાક ઈસમો હતા તેમની પૂછપરછ કરતા તેમને ઉડાઉ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા તેમની વધુ પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૮ જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેપ્રસી મેદાન ખાતે જ્યારે સભા સંબોધી હતી ત્યારે તેમાં આવેલ જનમેદની નો લાભ લઈને સોના ચાંદીના દાગીના અને પાકીટ ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં રાહુલ પરમાર, સંતોષ દતાણી , રમણભાઈ દંતાણી, દિપક દંતાણી, અજય ભાઈ દંતાણી, નીતિન દેવીપુજક, સન્ની દંતાણી બધા રહે, અમદાવાદના આ સાત ઈસમો દ્વારા જનમેદનીને લાભ લઈને લોકોની નજર ચૂકવીને ચોરી ઓ કરતા હતા.

લેપ્રસી મેદાનમાં પોલીસ બંદોબસ્ત છતાં ચોરી
વડાપ્રધાન મોદી જ્યારે વડોદરામાં લેપ્રસી મેદાનમાં સભા સંબોધી હતી તે જગ્યા પર આશરે ચાર પાંચેક દિવસ પહેલાથી જ પોલીસ છાવણીમાં ફેલાયું હતું. લેપ્રસી મેદાનમાં આશરે સાડા ચાર હજારથી વધુ પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ચોરી કરીને આ ટોળકી પલાયન થઈ ગઈ તે એક વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે આટલી બધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આ ટોળકી કેવી રીતે ચોરી કરી ગઈ તે એક પ્રશ્ન લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યો છે.

Most Popular

To Top