Entertainment

પ્રિયંકા ચોપરા સાથે દીકરીના ફોટા વાયરલ, ચાહકોએ કહ્યું ડેડી પર ગઈ છે!

મુંબઈ: બોલિવુડ સ્ટાર (Bollywood) પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) આખરે તેની દીકરીનો ચહેરો ચાહકોને બતાવી જ દીધો છે. એક ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા તેની દીકરી (Doughtier) માલતી મેરી જોનસ (Malti Mary Jonas) સાથે જોવા મળી હતી. જ્યાં પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી મેરીને પોતાના ખોળામાં લઈને બેઠી હતી. કહેવમાં આવી રહ્યું છે કે નિક જોનસ (Nick Jonas) અને તેના ભાઈઓ કેવિન અને જો જોનસ બ્રધર્સના વોક ઓફ ફેમ સમારોહમાં પ્રિયંકા તેની દીકરી માલતી મેરી સાથે હાજર રહી હતી. એટલું જ નહિં પ્રિયંકા સહિત જોનસ બ્રધર્સનો આખો પરિવાર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો. પ્રિયંકાએ આ ઈવેન્ટનો ફોટો અને વીડિયો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમા માલતી મેરીનો ચહેરો સ્પષ્ટ દેખાય રહ્યો છે.

પ્રિયંકા ચોપરા અને તેની પુત્રી માલતી મેરી સહિત પરિવારના તમામ સભ્યો ઈવેન્ટમાં આગળની ફર્સ્ટ રોમાં બેઠા હતા. જ્યારે ત્રણેય બ્રધર્સ સ્ટેજ પર આવ્યા તેમનો પરિવાર જોનસ બ્રધર્સ માટે જોરથી ચીયર કરી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય તેમ ફોટામાં પ્રિયંકાના ખોળમાં માલતી મેરી જોવા મળી હતી, જ્યારે તેના ફાધર નિક જોનસ સ્ટેજ પર આવ્યા ત્યારે પ્રિયંકા માલતી મેરીને હાથના ઈશારે તેના ફાધર જોનસને બતાવી રહી હતી. માલતી મેરી ક્યૂટ હેરબેન્ડ સાથે બેજ કલરનો કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે. માલતી મારીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

પ્રિયંકા ચોપરાએ ઈનસ્ટાગ્રામ પર શું લખ્યું
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર જોનસ બ્રધર્સના ઈવેન્ટની એક તસવીર અને વિડિયો પોસ્ટ કર્યો હતો. પ્રિયંકાએ તેમાં લખ્યું, “સો પ્રાઉડ ઓફ યૂ માય લવ, @jonasbrothers અભિનંદન.” આ પોસ્ટ પર હવે હોલિવૂડથી લઈને બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સની કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. પ્રિયંકા સાથે દીકરી માલતી મેરીના ફોટ્સ જ મૂકતા જ ચાહકોની કોમેન્ટ્સનો ઢગલો થઈ ગયો હતો. ચાહકો કોમેન્ટ કરી રહ્યા હતા કે ડેડી પર ગઈ છે!, ત્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે કોનો પર ગઈ છે માલતી મેરી જોનસ. લોકો પ્રિયંકાની દીકરી માલતી મેરીનો ક્યૂટ ફોટોને ખૂબ લાઈક કરી રહ્યા છે.

પુત્રીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2018માં 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. ત્યાર બાદમાં કપલે દિલ્હી અને મુંબઈમાં બે રિસેપ્શન પણ યોજ્યા હતા. ગયા વર્ષની શરૂઆતમાં, દંપતીએ સરોગસી દ્વારા તેમની પુત્રી માલતી મેરી ચોપરા જોનસનું સ્વાગત કર્યું હતું.

આ ફિલ્મોમાં પ્રિયંકા જોવા મળશે
પ્રિયંકાના વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો તે ઘણા હોલિવુડ અને બોલિવુડમાં જોવા મળી શકે છે. ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ અને ‘સિટાડેલ’ જેવા ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત, ‘સિટાડેલ’ OTT પર પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આગામી સાયન્સ-ફિક્શન ડ્રામા સિરીઝનું નિર્દેશન પેટ્રિક મોર્ગન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મેડન પણ છે. બોલિવૂડમાં તે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની સામે કામ કરતી જોવા મળશે, આ ફિલ્મ જે ‘દિલ ચાહતા હૈ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પછી મિત્રતાની બીજી વાર્તા છે. ‘જી લે ઝરા’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાના અહેવાલ છે.

Most Popular

To Top