ખાનપુર ગામના પાટીયા પાસેથી ફીનાઈલની આડમાં પરપ્રાંતિય દારુ ભરેલી ટ્રક ઝડપાઇ

રૂ. પોણા ત્રણ લાખનો દારૂ અને ટ્રક મળી ૧૦,૩૯,૧૦૮નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક સહિત બે શખ્સોની ધરપકડ

(પ્રતિનિધિ)      આણંદ, તા. ૧૫ તારાપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન તારાપુર વટામણ હાઈવે પર ખાનપુર ગામના પાટીયા પાસેથી ફીનાઈલની આડમાં વિદેશી દારુ ભરેલી ટ્રક ઝડપી પાડી ટ્રકમાંથી વિદેશી દારુની ૬૯૦ બોટલો કિં.રુ. ૨,૭૬,૦૦૦ અને ટ્રક સાથે ૧૦,૩૯,૧૦૮ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી આ બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ તારાપુર પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રા મહિતી અનુસાર તારાપુર પોલીસ મથકના પીએસઆઈ કે. એસ. ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તારાપુર વટામણ હાઈવે પર ખાનપુર ગામના પાટીયા પાસેથી એક ટ્રક પુરપાટ ઝડપે તારાપુર તરફથી આવતા પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે પોલીસને જાઈને પોતાની ટ્રક પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી ટ્રકને ઝડપી પાડી હતી.

  અને ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ફીનાઈલની બોટલો તથા લોખંડની સ્ક્રેપના પતરા ભરેલા હતા. જેથી પોલીસે તે હટાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારુની ૬૯૦ બોટલો ભરેલા ૧૩ બોક્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે જુદા જુદા માર્કાની વિદેશી દારુની બોટલો નંગ ૬૯૦ કિં.રુ. ૨,૭૬,૦૦૦ તેમજ ફીનાઈલની બોટલો ટીન પ્લેટ મીક્સ સ્ક્રેપ ૪,૫૬,૨૯૮, એક નંગ મોબાઈલ ફોન, ૬૨૦ રુપિયા રોકડા અને ટ્રક મળી કુલ ૧૦,૩૯,૧૦૮ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ટ્રક ચાલક નાસીરભાઈ સીદ્દીકભાઈ ચાવડા અને નોસાદભાઈ ઈબ્રાહીમભાઈ સાહમદાર બંને રહે. ધ્રોલ રજવી સોસાયટી જામનગરની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ કરતા આ ગાડીના માલિક સંજય ઉર્ફે લાલબાપુ તેજાભાઈ પરમાર રહે. મોટા રાજપુત વાસ પડધરી તા.જી. રાજકોટનાએ દમણના રાકેશભાઈ પાસેથી ટ્રકમાં દારુનો માલ ભરી આપી રાજકોટ ગ્રીન લેન ચોકડી પાસે આ દારુનો જથ્થો સંજય ઉર્ફે લાલબાપુને આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે આ બનાવ અંગે નાસીરભાઈ સીદ્દીકભાઈ ચાવડા, નોસાદભાઈ ઈબ્રાહીમભાઈ શાહમદાર, સંજય ઉર્ફે લાલબાપુ તેજાભાઈ પરમાર, રાકેશભાઈ રહે. ડાભેલ નાની દમણ સહિત ચાર જણા વિરુદ્ધ તારાપુર પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Posts