Sports

Olympics 2024: ભારતીય પુરુષ હોકી ટીમ આયર્લેન્ડને 2-0 થી હરાવી ટેબલ ટોપર બની

ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ગેમ્સની પૂલ બી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ભારતે આમ પેરિસ ગેમ્સમાં તેનું અજેય અભિયાન જારી રાખ્યું છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કરીને ટીમને લીડ અપાવી જે અંત સુધી અકબંધ રહી. હરમનપ્રીતે 11મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં તેણે 19મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ બમણી કરી હતી. ભારતે અગાઉ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સાથ 1-1થી મેચ ડ્રો રહી થી. આ જીત સાથે ભારતીય ટીમ હવે ક્વાર્ટર ફાઈનલની ઘણી નજીક પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે ભારત હવે ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમને પાછળ છોડીને પોઈન્ટ ટેબલમાં ટોપર બની ગયું છે.

ત્રીજા ક્વાર્ટરના અંત પછી ભારતે આયર્લેન્ડ પર 2-0ની સરસાઈ જાળવી રાખી હતી. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. તેમણે પ્રથમ ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોકમાં રૂપાંતર કર્યું હતું જ્યારે બીજા ક્વાર્ટરમાં ફિલ્ડ ગોલ દ્વારા ભારતની લીડ બમણી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ફિલ્ડ ગોલ દ્વારા ગોલ ફટકાર્યો હતો. આ રીતે ભારતે બીજા ક્વાર્ટરમાં તેની લીડ વધારીને 2-0 કરી હતી. હરમનપ્રીતે 19મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ બમણી કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી ઘડીમાં જીત મેળવી હતી અને છેલ્લી ઘડીમાં મળેલા પેનલ્ટી કોર્નરના આધારે આર્જેન્ટિના સામે પણ બરાબરી કરવામાં સફળ રહી હતી. 

મનુ ભાકર અને સરબજોત સિંહે ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ભારત માટે મેડલ જીત્યા છે. આ બંને ખેલાડીઓ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં રમી રહ્યા હતા. જ્યાં તેઓએ કોરિયાની મિશ્ર ટીમને હરાવી હતી. મનુ ભાકર પાસે હવે ઓલિમ્પિક 2024માં બે મેડલ છે.

ભારતીય તીરંદાજ ભજન કૌરે ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ કેટેગરીમાં ઈન્ડોનેશિયાની સઈફા નુરફીફા કમાલને 7-3થી હરાવ્યું. ભજને શરૂઆતના સેટમાં સઈફા સાથે પોઈન્ટ શેર કર્યા હતા જ્યારે ઈન્ડોનેશિયાના તીરંદાજે બીજો સેટ જીતીને ભારતીય ખેલાડી પર દબાણ બનાવ્યું હતું. ભજન જે ક્વોલિફિકેશનમાં 22મા ક્રમે હતી તેણે દબાણ હેઠળ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા સેટમાં સારી વાપસી કરી હતી અને 10-10ના બે લક્ષ્યાંક સાથે 29 રન બનાવ્યા હતા. ભજને ચોથા સેટમાં સઈફાના 25 સામે 27 પોઈન્ટ મેળવીને 5-3ની લીડ મેળવી હતી અને પછી છેલ્લા સેટમાં 25 સામે 28 પોઈન્ટ મેળવીને વિજય પર મહોર મારી હતી.

સાત્વિક-ચિરાગે તેમના જૂથમાં ટોચનું સ્થાન મેળવ્યું
બેડમિન્ટનમાં એશિયન ગેમ્સના ચેમ્પિયન સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ ઓલિમ્પિકની મેન્સ ડબલ્સમાં ઈન્ડોનેશિયાની મોહમ્મદ રિયાન અર્દિઅન્તો અને ફજર અલ્ફિયાનની જોડીને 21-13, 21-21-13થી હરાવીને ગ્રુપ Cમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

Most Popular

To Top