અનુસૂચિત જાતિના લોકો માટેના સ્મશાન તરફ જવાના રસ્તા પરના દબાણો દૂર કરવા માંગ

રસ્તાના પ્રશ્નોનો સત્વરે નિકાલ ન આવે તો અગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી

(પ્રતિનિધિ) લુણાવાડા, તા. ૧૫ બાલાસિનોર તાલુકાના રાજપુર ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાન ની નિમ કરેલ જગ્યામાં છેલ્લા કેટલાક વર્ષો થી સ્મશાન જવાનો દબાણો દૂર કરી બનાવવામાં નહી આવતા મામલો જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ તેનો ઉકેલ ન આવતા અનુસૂચિત જાતિના લોકો દ્વારા આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીના બહિષ્કાર નું રણ સીંગુ ફૂંકાતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળે છે આ અંગે ની વિગતો અનુસાર તારીખ ૧૬-૦૩-૨૦૦૩ ના રોજ તત્કાલીન ખેડા જિલ્લા કલેકટર દ્વારા સ્મશાન ની નિમ કરેલ જમીન નિમ કરેલ હતી .

આ અંગે પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૭ માં ગ્રાંટ પણ ફાળવવામાં આવેલ ગામના અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ સ્મશાનમાં જવા માટે ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆત છતાં પણ અમો અનુસૂચિત જાતિ પ્રત્યે વોરમાયું વર્તન રાખી સ્મશાન જવાના રસ્તા ઉપરના દબાણો દૂર કરી રસ્તો બનાવવાયો નથી.

આ અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને તારીખ ૧૬-૦૬-૨૦૨૦ ના રોજ અરજી કરી તેની નકલ જિલ્લા કલેક્ટર શ્રી મહીસાગર ને તેમજ પ્રાંત અધિકારી બાલાસિનોર , તાલુકા વિકાસ અધિકારી બાલાસિનોર, જિલ્લા વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી વગેરે ને નકલો આપવા છતાં આજ સુધી આ રસ્તા પરના દબાણો દૂર કરી રસ્તો બનવવાની સરકાર શ્રીના સ્પષ્ટ અભિપ્રાય છતાં સ્મશાનમાં જવાનો રસ્તો હોવો જોઈએ તે રસ્તો ગામની દૂધ મંડળીની સામે આંગણવાળી કેન્દ્ર નંબર ૧ થી જાય છે તેનો ઉકેલ કરાતો નથી.    તેમજ એ.સી.બી.ની ઓળખ આપતા સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રાજપુર ગામની રસ્તાની બાબત માં સંગીતાબેન દ્વારા ફોન કરાવી રોડા નાંખવા અંગે નો ઓડીઓ વાઈરલ થયા તેની ચર્ચા એ પણ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.   

  આ ઉપરાંત રાજપુર ગામના અનુસૂચિત જાતિના આગેવાનો તેમજ જિલ્લાના અગ્રણી જેઠાભાઈ દ્વારા પ્રતિનિધિ મંડળ સાથે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટરશ્રીને પણ જરૂરી પુરાવા સાથે પણ રજુઆત કરી અને તાલુકા પંચાયત માં પણ તેની જાણ કરવામાં આવી અને છેલ્લે અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ ફળવાયેલ ગ્રાંટ જતી ન રહે અને આ રસ્તાના પ્રશ્નોન સત્વરે નિકાલ ન આવે તો અગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Related Posts