ગુજરાતના લોકોને દમણમાં પ્રવેશ નહીં અપાતા લોકોમાં રોષ, ગ્રામજનોએ કર્યું આ કામ

કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા દમણ અને દાદરા નગર હવેલીના પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યા છે. જેથી ગુજરાતમાં આવનારા લોકોને મુશ્કેલી પડી રહી છે. દમણના બામણપૂજા ચેકપોસ્ટની બાજુમાં અને ગુજરાત હદમાં આવેલા પલ્સેટ ગામના લોકોને દમણમાં આવવા-જવા માટે પર પ્રતિબંધ લગાવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. જેથી ગ્રામજનોએ દમણ નજીક આવેલી ગુજરાતની બોર્ડર આટિયાવાડનો માર્ગ વાહનવ્યવહાર માટે માર્ગ ઉપર ઝાડીઓ નાંખી બંધ કરી દીધો હતો.

મળતી વિગત અનુસાર, મંગળવારે સવારે ગ્રામજનોએ દમણથી આવનારા વાહનોને ગુજરાતમાં પ્રવેશ નહીં મળે તે માટે બલીઠા આટિયાવાડ માર્ગ ઉપર ઝાડી-ઝાંખરાઓ નાંખી બંધ કરી દીધો હતો. બલીઠાથી દમણ જતા પ્રવેશ દ્વાર પાસે બહારથી આવનારા ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે છે જયારે કલીનરને ગુજરાતની બોર્ડર બલીઠા આટિયાવાડમાં બેસાડી રાખવામાં આવે છે. કોરોના વાયરસને લઈ ગ્રામજનોમાં પણ ડર ફેલાયો છે. તેઓના મતે બહારથી આવનારાઓ જો કોરોના સંક્રમિત હશે તો તે વાયરસ અન્ય લોકોને પણ લાગી શકે. જેને પગલે દમણની બોર્ડર ઉપર ગુજરાતના લોકોને પ્રવેશ નહિ અપાતા નોકરી ઉપર જનારા સહિત અનેક લોકોને સમસ્યા નડે છે. જયારે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બહારથી આવનારા ભારે વાહનોને દમણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઈ ગ્રામજનોમાં નારાજગી વ્યાપી હતી અને જો ગુજરાતના લોકોને દમણમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો દમણથી અવરજવર કરનારા વાહનોને પણ ગુજરાતમાં પ્રવેશ નહીં આપવામાં આવે. બલીઠા આટિયાવાડ માર્ગ ઉપર ઝાડીઓ નાંખી માર્ગ બંધ કરાયો હતો. જેને લઈ વાતાવરણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.

Related Posts